ખબર

આ ભાઈએ પોતાની જ પત્ની અને 5 બાળકોને તીક્ષ્ણ હથિયારથી કાપી નાખ્યા અને કહ્યું: “ભૂતે કર્યું આ બધું”

બિહારની અંદરથી અવાર નવાર હત્યાના અને લૂંટના બનાવો સામે આવતા રહે છે. બિહાર જાણે અપરાધીઓનું હબ બની ગયું હોય તેમ લાગે, આ બધા વચ્ચે જ એક મામલો બિહારના સિવાનથી સામે આવ્યો છે જેમાં એક પતિએ જ પોતાની પત્ની અને 5 બાળકોની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી નાખી છે. અને આરોપીનું કહેવું છે કે આ બધું તેને પોતે નથી કર્યું, પરંતુ તેના શરીરની અંદર ભૂત આવી ગયું હતું અને તેને આ બધાની હત્યા કરી દીધી છે.

Image Source

આ ઘટના સિવાન જિલ્લાના ભગવાનપુર પોલીસ સ્ટેશન ક્ષેત્રના બલહા અલી મર્દનપૂરની છે. જ્યાં એક સનકી પિતાએ પોતાના 5 બાળકો અને પત્નીની ની તીક્ષ્ણ હથિયારથી કાપીને હત્યા કરી નાખી છે. જેમાં 2 દીકરીઓ અને 3 દીકરા હતા. પિતાના હુમલાથી ઘટના સ્થળે જ ચાર બાળકોના મૃત્યુ થઇ ગયા.

તો પત્ની અને એક બાળકીઓ ગંભીર હાલતમાં પટનામાં રેફર કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીનું નામ અવધેશ ચૌધરી છે. તે બલહા ગામનો રહેવાસી છે. ઘટના સંબંધિત જણાવવામાં આવી રહ્યું છે કે અવધેશને કોઈ વાતને લઈને પત્ની સાથે બોલચાલ થઇ ગઈ હતી. આ બધા વચ્ચે જ સનકી પતિએ પોતાના પરિવાર ઉપર હુમળી કરી દીધો.

Image Source

આરોપી અવધેશ ચૌધરીનું કહેવું છે કે “હું ગેટ ખોલી અને બહાર ગયો હતો અને પાછો આવ્યો તો મારા શરીરમાં ભૂત સવાર થઇ ગયું, અને લાગ્યું કે જે સામે આવે તેને મારી નાખું. પછી સામે તેનો જ પરિવાર આવ્યો અને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો.”

આ મામલાની સૂચના પોલીસને આપી દેવામાં આવી છે. સૂચના મળતા જ પોલીસે સનકી પિતાની ધરપકડ કરી લીધી છે. આરોપીએ પોતાનો ગુન્હો કબૂલી લીધો છે. એએસઆઈ શશિભૂષણ કુમારનું કહેવું છે કે શરૂઆતી તપાસમાં સામે આવ્યું છે કે આરોપી માનસિક રૂપે સ્થિર નથી. હાલમાં મામલાની તપાસ ચાલી રહી છે.