શર્મનાક ! કળયુગી પિતાએ દીકરાની કરી હત્યા, માતા સાથે અવૈદ્ય સંબંધનો હતો શક

કળયુગી પિતાએ દીકરાની કરી હત્યા…. બાપને ડાઉટ હતો કે દીકરાના મમ્મી સાથે આડા સબંધો….જાણો સમગ્ર મામલો

ગુજરાત સમેત દેશભરમાંથી હત્યાના ઘણા મામલા સામે આવે છે. કેટલીકવાર પ્રેમ સંબંધમાં તો કેટલીક વાર અવૈદ્ય સંબંધમાં તો કેટલીકવાર અંગત અદાવતમાં પણ હત્યા કરી દેવામાં આવે છે, ત્યારે હાલમાં ઉત્તરપ્રદેશના બિજનૌરના કોતવાલી દેહાત વિસ્તારમાંથી હત્યાનો મામલો સામે આવ્યો. બે મહિના પહેલા પુત્રની ચાકુ મારીને હત્યા કરવાના કેસમાં પોલીસે હવે આરોપી પિતાની ધરપકડ કરી છે.

દીકરાના માતા સાથેના અવૈદ્ય સંબંધનો પિતાને શક:

પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો છે. આરોપીના કહેવા પર પોલીસે હત્યામાં વપરાયેલી છરી પણ કબજે કરી લીધી છે. મામલો બિજનૌરના કોતવાલી દેહાત પોલીસ સ્ટેશન વિસ્તારના અલિયારપુર ઉર્ફે હાજીપુર ગામનો છે. જ્યાંના રહેવાસી શાહિદે તેના 22 વર્ષીય પુત્ર ગુલફામને 5 માર્ચના રોજ ચાકુના ઘા મારીને હત્યા કરી હતી. મૃતકની માતા રોશન જહાંએ તેના પતિ વિરુદ્ધ પુત્ર શાહિદની હત્યાનો કેસ નોંધાવ્યો હતો.

લગભગ 2 મહિનાથી ફરાર આરોપી પિતાને પોલીસની ટીમો સતત શોધી રહી હતી, પરંતુ આરોપી પોલીસના હાથે ઝડપાયો ન હતો. ત્યારે શનિવારે મોડી સાંજે કોતવાલી દેહાત પોલીસ સ્ટેશનની પોલીસે આરોપીને સિકંદરપાર ચોક પાસે અકબરાબાદ બુંદકી સુગર મિલ રોડ પરથી પકડ્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે, તેને તેની પત્ની અને દીકરા સાથે અવૈદ્ય સંબંધોનો શક હતો.

ઘણીવાર સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તે ન સમજ્યો. તેની પત્ની તેને પસંદ નહોતી કરતી. આ કારણે 5 માર્ચે દીકરા ગુલફામને તેણે ગામ હાજીપુર બોલાવ્યો અને ઘરે સમજાવવાનો પ્રયાસ કર્યો, તો ગુલફામે બદ્તમીઝી કરી એટલે ગુસ્સામાં આવી તેણે છરી દ્વારા ગુલફામ પર વાર કર્યા.

Shah Jina