ખબર

દુર્ગંધ આવી રહી હતી સૂટકેસમાંથી, ખોલીને જોયું તો મળ્યા લાશના ટુકડા- આ બાપે દીકરીને આ કારણે…

હાલ તો દરરોજને દરરોજ કોઈને કોઈ રીતે મહિલા પર અત્યાચારના કિસ્સા સામે આવી રહ્યા છે. એક પિતાએ તેની દીકરીની હત્યા કરી નાખી હતી. પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ પિતાએ તેની દીકરીના લાશના ટુકડા કરીને સુટકેશમાં ભરી દીધા હતા. લોકો આ પિતા પર ફિટકાર વરસાવી રહ્યા છે.

ઉત્તરપ્રદેશના જૌનપુરના રહેનારો 47 વર્ષીય અરવિદ શર્મા તેના કામને કારણે છેલ્લા ઘણા સમયથી પુનામાં રહેતો હતો. તેની પત્ની અને તેની ચાર દીકરીઓ જૌનપુરમાં રહેતી હતી. તેની સૌથી મોટી પુત્રી પ્રિન્સીની ભણતર પૂરું થઇ જતા તે પરિવારને મદદરૂપ થવા માટે પુના આવી હતી. પ્રિન્સીને એક કંપનીમાં ક્લાર્કની નોકરી પણ મળી ગઈ હતી.

Image Source

આ દરમિયાન પ્રિન્સીની મુલાકાત એક યુવક સાથે થઇ હતી. પ્રિન્સી અને તે યુવક બંને ગળાડૂબ પ્રેમમાં હતા. અરવિંદને આ વાતની ગંધ આવી ગઈ હતી. અરવિંદેને આ અફેર મંજુર ના હતું. અરવિંદને લાગતું હતું કે, પ્રિન્સીએ પ્રેમલગ્ન કરી લીધા તો તેના પરિવારની બદનામી થશે અને બીજી દીકરીઓના લગ્નમાં અડચણ આવશે. પ્રિન્સી અને અરવિંદેને આ મુદ્દે ઘણી વાર ઝઘડો થતો હતો.

આ બાબતે અરવિંદે પ્રિન્સીને મારી નાખી હતી. આ બાદ લાશને ઠેકાણે કરવા માટે તે થાણામાં એક રિક્ષામાં સૂટકેસ સાથે બેઠો હતો. જેમાંથી બહુજ દુર્ગંધ આવતી હતી. રીક્ષા ચાલકને શક જતા તેને અરવિંદને પૂછ્યું કે, આ કંઈ વસ્તુની આટલી દુર્ગંધ આવી રહી છે.

Image Source

અરવિદને પકડવાના ડરથી તે ભાગી છૂટ્યો હતો. આ બાદ જયારે રીક્ષા ચાલકે સુટકેશ ખોલી તો લાશના ટુકડા જોવા મળ્યા હતા. આ બાદ રીક્ષા ચાલકે પોલીસને જાણ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અરવિંદની શોધખોળ આદરી હતી.આ અબ્દ પોલીસે અરવિંદનું ઘર ગોતીને તેને ઝડપી પાડ્યો હતો. પોલીસની પુછપરછમાં અરવિંદ ભાંગી પડી તેનો ગુન્હો કબૂલ કર્યો હતો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.