સામાન્ય રીતે દરેક પરિવારમાં એવું હોય છે માતાને તેનો દીકરો અને પિતાને તેની દીકરીઓ ખૂબ જ વ્હાલી હોય છે. એક પિતા પોતાની દીકરીની ખુશી માટે કઈ પણ કરી શકે પણ જૂનાગઢમાં આ વાતથી તદ્દન વિરોધાભાસ જ ઉપજાવે એવી ઘટના સામે આવી છે, જેમાં સગા પિતાએ જ પોતાની ત્રણ વ્હાલી દીકરીઓનો હત્યા કરીને પછી પોતે પણ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાને કારણે આખા વિસ્તારમાં લોકો ચોંકી પણ ઉઠ્યાં છે અને સાથે જ શોકની લાગણી પણ ફેલાઈ ગઈ છે.

જૂનાગઢના ભેંસાણના ખંભાળીયા ગામના જીઆરડી જવાને પોતાની ત્રણ દીકરીઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી છે. માહિતી અનુસાર, આ પિતાએ ત્રણ દીકરીઓ બાદ ચોથી દીકરીનો જન્મ થતા આ આઘાતજનક પગલું ભર્યું છે. એક જાણકારી અનુસાર, પિતાને પોતાના ઘરે દીકરો જોઈતો હતો પરંતુ ચોથી પણ દીકરી અવતરતા તેમને આવું ગોઝારું પગલું ભર્યું હોઈ શકે છે.
ખંભાળિયા ગામે રહેતા જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતા કારસીભાઇ સોલંકી પોતાની ત્રણ દીકરીઓને પરબ ફરવા લઇ જવાના બહાને વાડીએ લઇ ગયો હતો. કારસીભાઇ સોલંકીએ પોતાની ત્રણ દીકરી 9 વર્ષીય રીયા, 7 વર્ષીય અંજલી અને 2 વર્ષની માસુમ જલ્પાને આજે સવારે સાડા નવ વાગ્યે કૂવામાં ફેંકીને મોતને ઘાટ ઉતારી હતી. આ પછી છી પોતે પણ ઝેરી દવા પીધી હતી પણ દવા પીધા પછી કોઈ અસર ન થતા ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.

આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ શરુ કરી હતી. ભેસાણ પોલીસે તમામના મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે તેમના ઘરે 15 દિવસ પહેલા જ ચોથી દીકરીનો જન્મ થયો છે, અને આ દીકરી તથા તેની માતા જીવિત છે. પ્રાથમિક તપાસમાં પોલીસે આર્થિક ભીંસને કારણે આવું પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. પરંતુ વધુ તાપસ બાદ જ આવું પગલું ભરવા પાછળનું કારણ સામે આવશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.