અન્ય જ્ઞાતિના છોકરા સાથે લગ્ન કરવા માંગતી હતી દીકરી, પિતાએ પોતાના હાથે જ દીકરીની કરી હત્યા, ખબર મળતા જ પ્રેમીએ પણ ટ્રેન નીચે કૂદીને ટૂંકાવ્યું જીવન, જુઓ

પાડોશમાં રહેતા દલિત છોકરાને દિલ આપી બેઠી 20 વર્ષની દીકરી, લગ્ન પણ કરવા માંગતી હતી, પણ બાપથી સહન ન થયું, બહુ ભયંકર અંજામ આપ્યો, વાંચો આખી ઘટના

Father Killed His Daughter : ગુજરાત સમેત દેશભરમાં હત્યા અને આત્મહત્યાના મામલાઓ સામે આવતા હોય છે. દુનિયા ભલે આજે 21મી સદીમાં પહોંચી ગઈ હોય પરંતુ આજે પણ ઘણા લોકો પ્રેમ લગ્ન વિરુદ્ધ જોવા મળતા હોય છે અને  પ્રેમ લગ્ન કરવા જતા યુવક યુવતીઓને અલગ કરી દેતા હોય છે તો ઘણીવાર તેમની હત્યા પણ કરી દેવામાં આવતી હોય છે, હાલ એક એવી જ ઘટના સામે આવી છે, જેમાં અન્ય જ્ઞાતિના યુવક સાથે લગ્ન કરવા માટે જઈ રહેલી દીકરીની પિતાએ હત્યા કરી નાખી તો પ્રેમીએ પણ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું.

આ રૂંવાડા ઉભા કરી દેનારો મામલો સામે આવ્યો છે કર્ણાટકના બંગારપેટ તાલુકાના બોડાગુરકી ગામમાંથી. જ્યાં એક પિતાએ પોતાની દીકરીનું ગળું દબાવીને હત્યા કરી કારણ કે તે એક દલિત છોકરા સાથે પ્રેમમાં હતી અને લગ્ન કરવા માંગતી હતી. પ્રેમી તેનો પાડોશી હતો. જ્યારે પ્રેમીને તેની પ્રેમિકાના મોતની ખબર પડી ત્યારે તે સહન ન કરી શક્યો અને તેણે ટ્રેનની સામે કૂદીને પોતાના જીવનનો અંત આણ્યો. આ મામલે કામસમુદ્રા પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો છે. હાલ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ હાથ ધરી છે.

આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે 20 વર્ષીય મૃતકનું નામ કીર્તિ છે. તે ગ્રેજ્યુએશન કરી રહી હતી અને 23 વર્ષીય ગંગાધર ડ્રમર સાથે પ્રેમ સંબંધમાં હતી. તે રોજીરોટી માટે મજૂર તરીકે કામ કરતો હતો. યુવતી કોલાર તાલુકાના બોડાગુર્કી ગામની રહેવાસી હતી. તેણી ઓબીસી (અન્ય પછાત વર્ગ) પરિવારની હતી જ્યારે તેનો બોયફ્રેન્ડ એસસી (અનુસૂચિત જાતિ) સમુદાયનો હતો. હાલ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે.

પોલીસના જણાવ્યા અનુસાર કીર્તિ અને ગંગાધર વચ્ચે પ્રેમ સંબંધ હતો. બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા પરંતુ કીર્તિના પરિવારના સભ્યો આ લગ્ન માટે તૈયાર ન હતા. કીર્તિએ તેના પરિવારના સખત વિરોધ છતાં ગંગાધર સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ બાબતે સોમવારે સાંજે કીર્તિના ઘરે ઝઘડો થયો હતો.  તેના બાદ બીજા દિવસે સવારે તેના પિતા દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી.

અધિકારીના કહેવા પ્રમાણે, જ્યારે ગંગાધરને તેની પ્રેમિકાના મૃત્યુની ખબર પડી તો તે સહન કરી શક્યો નહીં. તેનો ભાઈ તેને સાંત્વના આપવા તેને બાઇક પર લઈ ગયો. રસ્તામાં તેણે તેના ભાઈને બાઇક રોકવા કહ્યું. તેણે બાઇક પરથી નીચે ઉતરીને સ્પીડમાં આવતી ટ્રેનની સામે કૂદીને જીવનનો અંત આણ્યો હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Niraj Patel