સ્કૂલેથી 6 વર્ષની દીકરીને પિતા લાવ્યા ઘરે અને પછી પત્નીની ગેરહાજરીમાં ગળુ દબાવી મારી નાખી…પછી પોતે કર્યુ એવું કે…

ગુજરાત સમેત દેશભરમાંથી ઘણા ચોંકાવનારા આપઘાત અને હત્યાના મામલા સામે આવતા હોય છે. ત્યારે હાલમાં મહારાષ્ટ્રના લાતૂરમાંથી સનસનીખેજ ઘટના સામે આવી, જેમાં એક પિતાએ પોતાની 6 વર્ષની દીકરીની હત્યા કરી પોતે આપઘાત કરી લીધો. આ

ઘટના બાદ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. ઘટનાની જાણ થતા જ પોલિસ પહોચી હતી અને મૃતદેહો કબ્જે કરી તપાસ શરૂ કરી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર, લાતૂરના મોતીનગરની આ ઘટના છે, અહીં રહેનાપ અભય લક્ષ્મીનિવાસ ભૂતડા શહેરમાં કોરે ગાર્ડન સામે હોટલ ચલાવતો હતો.

અભય તેની 6 વર્ષની દીકરીને સ્કૂલેથી ઘરે લાવ્યો અને પહેલા તેનું ગળુ દબાવી હત્યા કર્યા બાદ ફાંસી લગાવી પોતે આપઘાત કરી લીધો. આ ઘટના પાછળનું કારણ સામે આવ્યુ નથી. જ્યારે અભયે આ વારદાતને અંજામ આપ્યો ત્યારે તેની પત્ની ઘરે નહોતી, તે કેટલાક દિવસથી પિયરમાં રહેતી હતી.

Shah Jina