દીકરો બાપને આપત્તિજનક હાલતમાં પ્રેમિકા સાથે જોઈ ગયો તો બાપે ઉઠાવ્યું ખોફનાખ પગલું…

બાપ પાડોશણ સાથે ચાલુ હતો, રંગરેલિયું મનાવતા દીકરો જોઈ ગયો પછી રચાયો ગજબનો ખેલ….

ગુજરાત સમેત સમગ્ર દેશમાંથી હત્યાના કિસ્સાઓ વારંવાર સામે આવી રહ્યા છે. જેમાંની કેટલીક હત્યાની ઘટનાઓ પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધમાં જ કરવામાં આવતી હોય છે. ત્યાર હાલમાં એક ઘટના સામે આવી જેમાં એક 15 વર્ષના દીકરાની તેના જ પિતાએ હત્યા કરી દીધી. મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં છોકરાની હાથ કપાયેલી લાશ મળી આવતા ચકચારી મચી ગઇ હતી. ઘટનાના ત્રણ દિવસ બાદ પોલિસે હત્યા મામલે ખુલાસો કર્યો છે.

દેવાસ એસપીએ જણાવ્યુ કે, પિતાએ જ દીકરાની ગળુ દબાવી હત્યા કરી હતી અને પછી તેના હાથ ખભાથી કાપી 350 ફૂટ ઊંડા બોરિંગના ખાડામાં ફેંકી દીધા અને તેની લાશને ખેતરના કિનારે ઝાડીઓમાં ફેંકી દીધી. પ્રેમિકાના કહેવા પર પિતાએ દીકરાની નિર્મમ રીતે હત્યા કરી હોવાની વાત કબૂલી હતી. રીપોર્ટ્સ અનુસાર, મોહનલાલના પાડોશણ સાથે ગેરકાયદે સંબંધો હતા અને દીકરા હરિઓમે બંનેને વાંધાજનક હાલતમાં જોયા હતા.

આ પછી મહિલાએ હરિઓમને રસ્તામાંથી હટાવવા દબાણ કર્યું અને કહ્યુ કે, જો આમ નહીં થાય તો તે આત્મહત્યા કરી લેશે, જેના કારણે પિતાએ પોતાના જ પુત્રની હત્યા કરી નાખી. આ કેસમાં આરોપી પિતા મોહનલાલની શુક્રવારે ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં મોહનલાલના જેની સાથે ગેરકાયદે સંબંધો હતા તે 35 વર્ષીય મહિલાની પણ પોલીસે ધરપકડ કરી છે. આરોપી મોહનલાલના આ મહિલા સાથે છેલ્લા 5 વર્ષથી અવૈદ્ય સંબંધો હતા.

હત્યા પહેલા હરિઓમે બંનેને વાંધાજનક સ્થિતિમાં જોયા હતા. સોમવારે હરિઓમ ગુમ થયા પછી પણ પરિવારે પોલીસની મદદ લીધી નહિ અને મંગળવારે સાંજે ગામમાં તેની લાશ મળી આવી. લાશ ખેતર પાસે ઝાડીઓમાં મળી આવી હતી અને તેના બંને હાથ કપાયેલી હાલતમાં હતા. પોલીસે મોડી રાત સુધી સ્થળની શોધખોળ કરી હતી, પરંતુ કપાયેલા હાથ અને કપડા વગેરે મળી શક્યા ન હતા.

બીજા દિવસે, મંગળવારે, પોલીસે ઘણા કલાકો સુધી શોધખોળ ચાલુ રાખી, પરંતુ કોઈ સુરાગ મળ્યો ન હતો. આ દરમિયાન જિલ્લા હોસ્પિટલમાં મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ અજાણ્યા આરોપીઓ સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો. રીપોર્ટમાં સામે આવ્યુ કે, તેની હત્યા ગળું દબાવી કરવામાં આવી હતી અને તિક્ષ્ણ હથિયાર વડે હાથ કાપવામાં આવ્યા હતા.

Shah Jina