સુરતમાં પિતાએ 8 મહિનાની દીકરીને મુક્કા મારી ઉતારી મોતને ઘાટ, જજ પણ કારણ સાંભળીને ચોંક્યા, કોર્ટે આપી એવી સજા કે…

સુરતના કળિયુગી બાપ ઉવેશ હસન શેખે આ કારણે 8 માસની દીકરીને મોઢા-શરીરે મુક્કા મારી પટકી, મૃત્યુ પામી દીકરી….

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના બનાવો સામે આવે છે, જેમાં અંગત અદાવત, પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ કે પછી અન્ય કારણો હોય છે. ત્યારે હાલમાં સુરતમાંથી એક એવા સમાચાર સામે આવ્યા જેણે બધાને ચોંકાવી દીધા. સલાબતપુરા વિસ્તારમાં નાની 8 મહિનાની માસૂમ બાળકી રડતા પિતાની ઉંઘ ખરાબ થઇ અને તેને કારણે ક્રૂર પિતાએ તેને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધી. કોર્ટે આ ક્રૂરતાની સજા આજીવન કેદની ફટકારી છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાંથી લગભગ દોઢેક વર્ષ પહેલા ખૂબ જ કરુણ અને ક્રૂર ઘટના સામે આવી હતી,

જેમાં સગા બાપે એક નાની બાળકીને તેની માતાની સામે છાતીના ભાગે મારમારી મોતને ઘાટ ઉતરી દીધી હતી અને આની પાછળનું કારણ બસ એટલું જ હતુ કે, બાળકીના રડવાના અવાજથી પિતાની ઊંઘ ખરાબ થઈ હતી. સુરત કોર્ટે આ ક્રૂર અને હતિયારા પિતાને આજીવન કેદની સજા સંભળાવી છે. 11 જૂન 2020ના રોજ આ ઘટના સામે આવી હતી. પિતાએ આઠ મહિનાની નાની માસૂમ બાળકીની તેની માતાની સામે જ છાતીના ભાગે મુક્કા મારી અને તેને જમીન પર પટકી હતી અને તે બાદ તેનું મોત નિપજાવ્યું હતું.

11 જૂન 2020ના રોજ સવારે નવ વાગ્યા આસપાસ આરોપી પિતા ઉવેશ તેના ધરમાં સૂતો હતો ત્યારે આઠ મહિનાની તેની સગી દીકરી આયન ઉર્ફે આયત ઊંઘમાંથી ઉઠી એકાએક રડવા લાગી અને તેના અવાજથી જાગી ગયેલા ઉવેશે ઊંઘ બગડતી હોવાની બુમરાણ મચાવી અને તેની આઠ માસની દીકરીને છાતી અને શરીરના ભાગો પર મુક્કા માર્યા અને જમીન પર પટકી. આ સમગ્ર ઘટના તેની માતા અમરીન શેખની નજર સમક્ષ થઈ હતી. માતા તેની વ્હાસોયીને બચાવે એ પહેલા જ તેના પિતાએ એટલો માર માર્યો કે તેનું મોત નીપજ્યું.

ત્યાબાળકીને મુક્કા માર્યા હોવાને કારણે તેના મોઢામાંથી ફીણ નીકળ્યુ હતુ અને માતા તેની દીકરીને લઇને હોસ્પિટલ ગઇ, પણ તેનુો મોત થયુ હતુ. મૃતક બાળકીની માતાએ તેની માતાને જાણ કરવાની કોશિશ કરી પણ પતિએ ધમકાવી અને આ વાત કહેવાની ના પાડી. બાળકીને મૃત જાહેર કરાતા અમરીને તેના માતા પિતાને જાણ કરી અને આ મામલે પોલીસ ફરિયાદ કરી. તે બાદ તેણે તેના પતિ પાસેથી ડિવોર્સ લેવાની માહ કરી. પોલીસે માતાની ફરિયાદના આધારે પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી

અને આ મામલો કોર્ટમાં રજૂ થયો અને છેલ્લા દોઢ વર્ષથી કેસ ચાલી રહ્યો હોવાથી કોર્ટમાં જજ પણ આ ક્રૂર ઘટના સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સુરત સેશન કોર્ટે ક્રૂર પિતાને આજીવન કેદની સજા ફટકારી છે અને આરોપીને કલમ 302 મુજબ આજીવન કેદ ઉપરાંત 25 હજારનો દંડ અને દંડ નહીં ભરે તો વધુ બે વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

Shah Jina