લગ્નના 8-8 વર્ષ સુધી પતિએ પત્ની સાથે ના બાંધ્યા સંબંધો, પરણીતાને સસરા સાથે સંબંધ બાંધવા કર્યું દબાણ અને પછી……

શંખેશ્વરમાંથી આવ્યો ગંદો શરમજનક કિસ્સો: સાસુએ પુત્રવધૂને સસરા સાથે સુખ માણવાનું કહ્યું, કારણ જાણીને મગજ ગુમાવી દેશો

ગુજરાતમાં મહિલાઓ અને યુવતીઓ સાથે દુષ્કર્મ થવાની ઘટનાઓ હવે છાસવારે સામે આવવા લાગી છે. ઘણી મહિલાઓને સાસરિયાની અંદર જ એવા એવા ત્રાસનો સામનો કરવો પડતો હોય છે જે જાણીને કોઈનું પણ કાળજું કંપી ઉઠે. સંબંધોને શર્માસાર કરનારી ઘટનાઓ પણ સતત સામે આવતી રહે છે, ત્યારે આવી જ એક ઘટના હાલ શંખેશ્વર તાલુકાના રૂની ગામેથી સામે આવી છે. જ્યાં એક પરણીતાએ તેના સાસરિયા વિરુદ્ધ સસરા સાથે સંબંધો બાંધવાની વાત ફરિયાદમાં નોંધાવી છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર શંખેશ્વર તાલુકાના રૂની ગામે કુટુંબનો વંશવેલો વધારવા માટે પોતાનો પુત્ર સંબંધ બાંધવા માટે સક્ષમ ન હોઈ, સાસુ દ્વારા પુત્રવધૂને સસરા સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરાતું હતું. પરિણીતાના સસરા પણ તેની છેડતી કરતા હતા. છતાં પુત્રવધૂ તૈયાર ન થતાં અંતે બળજબરીપૂર્વક સાસરિયાં પક્ષે ટેસ્ટ ટયૂબ કરાવતાં ગર્ભ ધારણ થતાં સીમંત કરીને પીયર ગયેલી મહિલાએ પતિ, સાસુ, સસરા અને દિયર સામે શંખેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર વર્ષ 2013માં સમી તાલુકાના સોનાર ગામની યુવતીના શંખેશ્વરના રૂની ગામે સાટાપ્રથામાં લગ્ન થયા હતા. પતિ શરૂઆતથી જ સંબંધ બાંધવા માટે સક્ષમ ન હોઈ, 8 વર્ષના લગ્નજીવન ગાળા દરમિયાન પતિ સાથે એકપણ વાર સંબંધ બંધાયો નહોતો, પરંતુ સાસરી પક્ષ દ્વારા ઘરમાં વારસ માટે પુત્રવધૂને સાસુ દ્વારા સસરા સાથે સંબંધ બાંધવા માટે કહેતાં પુત્રવધૂ ડઘાઈ ગઈ.

પોતાના પતિને વાત કરતાં તેણે ઘરની આબરૂ સાચવા અને પરિવારનો વંશ વધારવા માટે કંઈ ખોટું ન હોવાનું કહી પરિવારની વાતમાં સમર્થન આપ્યું હતું. સસરા પણ છેડતી કરતા હતા છતાં પુત્રવધૂ સંસ્કારોને લઈ તેમની સાથે સંબધ બાંધવા તૈયાર ન થતાં સાસરી પક્ષના લોકો દ્વારા વારસ મેળવવા માટે ટેકનોલોજી થકી સગર્ભા બનવા માટે અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં ટેસ્ટ ટયૂબ બેબી કરાવ્યું હતું.

ગર્ભ રહ્યા બાદ તેનો સીમંત પ્રસંગ હતો, તેના એક દિવસ પૂર્વે સાસરિયાં પક્ષ દ્વારા તેના પિયરમાં બહુ પૈસા હોઈ, પરત આવે એટલે એક પ્રેટ્રોલ પંપ તેમના નામે લખાવી લઈને આવવા માટે ધમકી આપી હતી. પિયરમાં ગયેલી મહિલાએ હાલ નવમો મહિનો ચાલે છે. બાળકના જન્મ અંગે કોઈ ખોટા આક્ષેપો ઉઠાવવાના ભયથી તેને સમગ્ર હકીકત તેના પરિવારને જણાવી હતી. પરિવારે તેને હિંમત આપતાં તેણે ઉપરોક્ત તમામ બાબતે શંખેશ્વર પોલીસ મથકમાં પતિ, સાસુ-સસરા અને દિયર વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

તો બીજી તરફ મહિલાની નણંદે પણ તેના સાસરીવાળા એટલે કે મહિલાના પરિવાર પર ફરિયાદ કરી છે. મહિલાની નણંદના લગ્ન તેના ભાઈ સાથે થયા હતા. પરંતુ તેના ભાઈ અને પિતાનું મૃત્યુ થયુ છે. પરિવારના બે પેટ્રોલપંપ છે. જેનો વહીવટ મહિલાની નણંદ એટલે કે તેની ભાભી સંભાળે છે. તેથી તેની ભાભીએ પણ તેના સાસરીવાળાઓ પર માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. આમ, સાટા પદ્ધતિથી પરિણેલી બંને મહિલાઓએ એકબીજાના સાસરી પર ત્રાસ આપ્યાનો આરોપ લગાવ્યો છે.

Niraj Patel