સસરાએ પ્રેગ્નેટ વહુ સાથે કર્યો રેપ, પતિ બોલ્યો- શરીયત હિસાબે હવે તું મારી માં છે, સાથે ના રહી શકીએ આપણે, ખતરનાક સ્ટોરી આવી સામે
ગુજરાત સમેત દેશભરમાંથી ઘણીવાર દુષ્કર્મના મામલા સામે આવે છે. ત્યારે હાલમાં મુઝફ્ફરનગરમાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો. એક સસરાએ તેની પુત્રવધૂ પર બળાત્કાર કર્યો અને તેને ધમકી આપીને ભાગી ગયો. પીડિતાએ સાંજે ઘરે પોતાના પતિને તેની આપવીતી જણાવી તો મદદ કરવાને બદલે પતિએ પત્નીને માર મારીને ઘરની બહાર કાઢી મૂકી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
આ સાથે તેણે કહ્યું કે, હવે પિતાએ તારી સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યા છે, તેથી હવે હું તને મારી સાથે નહીં રાખી શકું. કારણ કે હવે તું મારા પિતાની પત્ની બની ગઈ છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, ઓગસ્ટ 2022માં સિકંદરપુરના ગામના રહવાસી યુવક સાથે પીડિત મહિલાના લગ્ન થયા હતા. પીડિતા પર 5 જુલાઈના રોજ તેના સસરાએ કથિત રીતે બળાત્કાર કર્યો. તે સમયે મહિલા સાત માસની ગર્ભવતી હતી.
મહિલાનો પતિ જ્યારે ઘરે નહોતો ત્યારે સસરાએ બળાત્કાર. આરોપ છે કે તેણે પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જ્યારે પીડિતાએ તેના પતિને આ ઘટનાની જાણ કરી તો તેણે કહ્યુ કે તે મારા પિતા સાથે શરીર સંબંધ બાંધ્યા છે એટલે હવે હું તને સાથે રાખી શકીશ નહીં. તું હવે મારી માતા બની ગઇ છે.
આરોપ છે કે પતિએ પીડિતાને પોતાની માતા કહીને માર માર્યો અને ઘરની બહાર કાઢી મૂકી. આ પછી પીડિતા તેના પિયર ગઈ અને 5 સપ્ટેમ્બરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપી સસરા વિરુદ્ધ કલમ 376 (બળાત્કાર) અને 506 (ગુનાહિત ધમકી) હેઠળ કેસ નોંધ્યો છે. આરોપી પતિ વિરુદ્ધ કલમ 323 (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.