વાહ સસરા હોય તો આવા, જુવાનજોધ દીકરાના વહુની કિડની ફેઈલ થતા જ પળનો પણ વિચાર કર્યા વગર પોતાની કિડની દાન આપી દીધી…
Father-in-law donated kidney to daughter-in-law : જીવન અને મૃત્યુ ઈશ્વરના હાથમાં હોય છે. ક્યારેક કોઈ વ્યક્તિના કારણે આપણું જીવન બચી જાય ત્યારે આપણે તેને ભગવાનનું રૂપ માનતા હોઈએ છીએ. ત્યારે એવી ઘણી ઘટનાઓ જોઈ હશે જેમાં કેટલાય લોકોએ માનવતા મહેકાવતા કાર્યો કર્યા હશે. હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે જેમાં સસરાએ પોતાની પુત્રવધુને કિડનીનું દાન કર્યું.
આપણે ત્યાં એવી કહેવત છે કે “દીકરી વ્હાલનો દરિયો!” ત્યારે સસરા માટે પણ પોતાની પુત્રવધુ દીકરી સમાન હોય છે. ત્યારે આજના સ્વાર્થ ભરેલી દુનિયામાં જયારે કોઈ જરૂર પડે અને કપરી પરિસ્થિતિ આવતી હોય છે, ત્યારે પોતાના પણ સાથ છોડી દેતા હોય છે. પરંતુ હાલ દાહોદમાંથી સામે આવેલી આ ઘટના સમાજ માટે પણ એક પ્રેરણા સમાન બની છે.
આ મામલે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદમાં આવેલા ભંભોરી ગામમાં રહેતી અને બે સંતાનોની માતા એવા સોનલબેનને વર્ષ 2021માં કિડનીની બીમારી થઇ હતી, જેના બાદ તેમની સારવાર પણ શરૂ કરવામાં આવી, જેમાં 8 મહિના પહેલા જ તેમની કિડની બદલવી પડશે એવું નિદાન પણ કરવામાં આવ્યું હતું. જેના બાદ સોનલબેનના પિયરપક્ષમાંથી કોણ કિડની આપશે તે અંગે ચર્ચા પણ ચાલુ થઇ હતી.

સોનલબેનનો એક ભાઈ પણ હતો જે યુવાન હતો, પરંતુ તે યુવાન અને ચઢતું લોહી હોવાના કારણે તેની કિડની લેવાનું પરિવારે મુલતવી રાખ્યું, ત્યારે સોનલબેનના પિતા અને સસરાના પણ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં સસરાની કિડની મેચ થતા જ સસરાએ તરત જ પોતાની કિડની પોતાની પુત્રવધુને આપવાની તૈયારી બતાવી હતી.

સોનલના પતિએ આ મામલે જણાવ્યું હતું કે, “તેના પિતાજી જીવનમાં ક્યારેય બીમાર નથી પડ્યા અને તેમને નક્કી કર્યું કે પોતાની કિડની પોતાની પુત્રવધુને આપશે. આમ મારા પિતાએ મારી પત્નીને કિડની આપીને એક નવજીવન આપ્યું !” ત્યારે હવે આ ઘટના અન્ય લોકો માટે પણ પ્રેરણા સમાન બની છે, બહુ ઝૂઝ કિસ્સાઓ જોવા મળતા હોય છે જેમાં આ રીતે સસરાએ કિડનીનું દાન કરીને પુત્રવધુનું જીવન બચાવ્યું હોય.