સસરાએ કાપી નાખ્યો જમાઇનો પ્રાઇવેટ પાર્ટ અને પછી ખેલાયો ખૂની ખેલ- જુઓ આગળ શું બનાવ બન્યો

Jharkhand News : ગુજરાત સમેત દેશભરમાંથી ઘણીવાર હત્યાના મામલા સામે આવે છે, જેમાં અંગત અદાવત, પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ સહિત અનેક કારણો હોય છે. ત્યારે હાલમાં એક હત્યાનો મામલો ઝારખંડના ગૌડ્ડામાંથી સામે આવ્યો છે,

જેમાં આપસી વિવાદમાં જમાઇએ સસરાની ધારદાર હથિયારથી હત્યા કરી દીધી. પ્રાપ્ત માહિતી અનુસાર, દારૂના નશામાં જમાઈ અને સસરા વચ્ચે ઝઘડો થયો હતો. સસરા દેવા પહાડિયાએ જમાઈને ઘાયલ કર્યો અને તેનું ગુપ્તાંગ પણ કપાયુ હોવાના અહેવાલ છે, ત્યારે ગુસ્સે ભરાયેલા જમાઇ વિનોદ પહાડિયાએ સસરાની ધારદાર હથિયારથી માર મારી હત્યા કરી દીધી.

જો કે ગોડ્ડાના એસપીએ હત્યાની કબૂલાત કરી છે, પરંતુ પ્રાઈવેટ પાર્ટ કાપવાના મુદ્દે ચૂપ રહ્યા છે.પરંતુ હોસ્પિટલમાં તૈનાત પોલીસ ગાર્ડે ગુપ્તાંગ વિકૃત થયાની પુષ્ટિ કરી છે. ગોડ્ડાના સુંદર પહાડીમાં પરસ્પર વિવાદમાં જમાઈએ તીક્ષ્ણ હથિયાર વડે સસરાની હત્યા કરી હતી. જમાઈ વિનોદ પહાડિયાની પોલીસે ધરપકડ કરી લીધી છે.

ઈજાગ્રસ્ત વિનોદ પહાડિયાને સારી સારવાર માટે રાંચીના રિમ્સમાં રિફર કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. વિનોદ પહાડિયા થોડા દિવસોથી તેના સાસરે આવેલા ડાહુબેડા રહેતો હતો. આ દરમિયાન તેને પાડોશની એક યુવતી સાથે ગેરકાયદેસર સંબંધ બંધાયો હતો, જેનો વિનોદની પત્નીએ વિરોધ કર્યો હતો. આ બાબતે બંને વચ્ચે ઘણી વખત ઝઘડો થયો હતો.

વિનોદના સસરાને આ વાત પસંદ ન હતી અને એટલે તેમણે ગુસ્સામાં સોમવારે રાત્રે સૂઈ ગયા બાદ તિક્ષ્ણ હથિયાર વડે જમાઈનું ગુપ્તાંગ કાપી નાખ્યું. તે પછી વિનોદ ઝટપટાવા લાગ્યો અને કમર નીચેના ભાગથી તે લોહીલુહાણ થઇ ગયો. આ દરમિયાન તેણે ગુસ્સામાં આવીને તે જ ધારદાર હથિયારથી સસરા પર હુમલો કર્યો, જેના પરિણામે સસરાનું મોત થયું.

Shah Jina