ખબર

દહેજ લાલચુ માટે આંખ ઉઘડનારો કિસ્સો: સસરાએ પુત્રવધૂને વિદાઈ સમયે આપી નવીનકોર કાર

સસરા બોલ્યા ઘરની લક્ષ્મી આગળ ફીકી છે દુનિયાની બધી દૌલત- જુઓ તસ્વીરો

એક બાજુ બેટી બચાવો બેટી ભણાવોના નારા લાગી રહ્યા છે. તો બીજી તરફ હજુ પણ ઘણા એવા લોકો જે છે દહેજ માંગે છે. સમાજ માટે આ એક અભિશાપ બની ચુક્યો છે. દહેજ જેવા કુરિવાજો સામે એક ઉદ્યોગપતિએ એક પ્રેરણાદાયક સંદેશો આપ્યો છે. આ ઉદ્યોગપતિએ તેના દીકરાના લગ્ન દહેજ લીધા વગર કર્યા હતા. તો સાથે જ પુત્રવધૂને વિદાઈ સમયે એક લકઝરીયસ કાર ગીફ્ટમાં આપી હતી. સસરાએ વહુને લકઝરીયસ કાર ગિફ્ટમાં આપતા હાજર રહેલા લોકો ચોંકી ઉઠ્યા હતા.

Image source

આ સાથે જ ઉદ્યોગપતિએ કહ્યું હતું કે, સંસ્કારી વહુની આગળ બધી દૌલત ફીકી છે. તો વહુએ પણ સસરાનો આ પ્રેમ જોઈને ભાવુક થઇ ગઈ હતી. આ સાથે જ વહુએ કહ્યું હતું કે, ભગવાન આવું સાસરિયું બધી જ દીકરીઓને આપે. ભૌતિના રહેવાસી અર્પણકુમાર ત્રિવેદી ગલ્લાનો વેપાર અને ગન હાઉસના માલિક છે.

Image source

અર્પણ કુમારે તેના એન્જીનીયર દીકરા આદર્શરાજના લગ્ન ગામના જ ખેડૂત ચંદ્રમોહનની દીકરી અંજલિ સાથે નક્કી કરવામાં આવ્યા હતા. બંનેના લગ્ન સાકેત નગર સ્થિત ગહોઈ ભવનમાં ધામધૂમથી કરવામાં આવ્યા હતા. બુધવારે સવારે દુલ્હનની વિદાઈ કરવામાં આવી ત્યારે તેને નવી કારમાં બેસાડવામાં આવી હતી.

Image source

આ બાદ અર્પણ કુમારે તેની વહુને કારની ચાવી આપીને આશીર્વાદ આપ્યા હતા.આ જોઈને આજુબાજુમાં રહેલા મહેમાનો અચંબામાં મુકાઈ ગયા હતા.લોકોએ જયારે અર્પણને પૂછ્યું ત્યારે અર્પણએ લોકોને કહ્યું કે વહુથી મોટો કોઈ દહેજ નથી. સારી વહુ એક લક્ષ્મીનું રૂપ હોય છે.

Image source

વધુમાં જણાવ્યું હતું કે, તે તેની વહુ અને તેના પરિવારને ઘણા સમયથી ઓળખે છે. મારી વહુ ખુબ જ સંસ્કારી છે. જેની આગળ બધું દૌલત ફીકી પડી જાય છે. સાથે જ જણાવ્યું હતું કે, તે દહેજની સખ્ત વિરોધમાં છે. તેને દીકરી પક્ષ પાસેથી કોઈ માંગ રાખી ના હતી.

જયારે આ બાબતે અંજલિ સાથે વાત કરવામાં આવી તો તેની આંખ ખુશીના આંસુથી છલકાઈ ઉઠી હતી. સાથે જ જણાવ્યું છે કે, પહેલા તો મને સમજમાં ના આવ્યું કે મને ચાવી કેમ આપવામાં આવી રહી છે. કારમાં અંદર બેસેલા પતિએ જણાવ્યું હતું કે, પિતાએ તને ગિફ્ટ આપી છે. આ જાણીને મારી આંખમાંથી આંસુ છલકાઈ ઉઠ્યાં હતા. હું બહુ જ ખુશનસીબ છું કે મને આવું સાસરિયું મળ્યું છે.