જમાઈએ દહેજમાં માંગી બાઈક, સસરાનો પિત્તો ગયો અને ચપ્પલ કાઢીને મંડપમાં જ દે ધના ધન.. ઢીબી નાખ્યો..? વાયરલ થયો વીડિયો

શું સસરાએ જમાઈને બાઈક દહેજમાં બાઈક માંગવા માટે મહેમાનોની સામે જ મંડપમાં ચપ્પલથી ફટકાર્યો ? વાયરલ થયો વીડિયો

Father in aw Beating Groom : આપણા દેશમાં આજે પણ દહેજ (dowry) પ્રથા જોવા મળે છે. જ્યાં વર પક્ષ તરફથી કન્યા પક્ષ પાસેથી મોટું એવું દહેજ લેવામાં આવતું હોય છે. દહેજ પ્રથામાં જ ઘણા બાપ દેવાદાર પણ બની જાય છે. આમ તો દહેજ ગેરકાયદેસર (Illegal) છે, છતાં પણ આ પ્રથા તમને ઠેર ઠેર ચોક્સ જોવા મળશે. ત્યારે આજ ક્રમમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં સસરા જમાઈને ચપ્પલથી મારી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે વરરાજા તૈયાર થઈને ઉભો છે, તેની સાથે દુલ્હન પણ દેખાઈ રહી છે. જ્યારે તે દહેજમાં મોટરસાયકલની માંગણી કરે છે, ત્યારે સસરા ગુસ્સે થઈ જાય છે અને તેને ચપ્પલથી મારવાનું શરૂ કરે છે. સસરા વરને કહે છે કે તેને પોલીસ સ્ટેશન લઈ જાઓ. વીડિયોમાં ઘણી મહિલાઓ ગીત ગાતી પણ જોવા મળી રહી છે. અંતે, વરરાજા પણ તેની ભૂલ માટે સસરાની માફી માંગતો જોવા મળે છે.

જોકે આ વીડિયોની સત્યતાની પુષ્ટિ થઈ નથી. કેટલાક લોકોનો દાવો છે કે આ વીડિયો સમાજમાં દહેજ પ્રથા વિરુદ્ધ સંદેશ આપવા માટે બનાવવામાં આવ્યો છે તો કેટલાક તેને સ્ક્રિપ્ટેડ ગણાવી રહ્યા છે. કેટલાક લોકોએ એવી કમેન્ટ પણ કરી છે કે વીડિયોમાં વરને મારનાર વ્યક્તિ છોકરાના પિતા છે તો કેટલાક તેને સસરા કહી રહ્યા છે. જો કે આ વીડિયો વાયરલ થયા બાદ ઘણા લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ગુજ્જુરોક્સ પણ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

એક યુઝરે લખ્યું કે દહેજની માંગણી કરનારા લોકોને ક્યારેય પોતાની દીકરી ન આપવી જોઈએ. તમારી દીકરી આવા લોકોને આપીને તમે તેને મોતના મુખમાં ધકેલી રહ્યા છો. એક યુઝરે લખ્યું કે લગભગ તમામ પિતાએ આ કામ કરવું જોઈએ, આજના સમયમાં દહેજ એક અભિશાપ બની ગયો છે. તો અન્ય એક યુઝરે લખ્યું કે અરે ભાઈ, છોકરી સારી હોવી જોઈએ, મોટરસાઈકલમાં શું રાખ્યું છે?

Niraj Patel