સસરાએ વહુની છાતી પર બેસી માર્યો માર, પતિ અને દિયર પણ બન્યા હેવાન, જુઓ ખૌફનાક વીડિયો

કળિયુગી સસરાએ પતિ અને દિયર સામે મહિલાને ઢીબી નાખ્યા, CCTV માં ડરામણી ઘટના કેદ થઇ જુઓ

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર મહિલાઓને માર મારવાના અનેક કિસ્સાઓ સામે આવે છે, જેમાં ઘણીવાર પતિ દ્વારા પત્ની અથવા સાસુ કે સસરા દ્વારા વહુને માર મારવાના કિસ્સાઓ સામેલ છે. કોઇ કારણોસર મહિલાના પરિવારજનો પર પણ હુમલો કરવામાં આવે છે. ત્યારે હાલમાં એક કિસ્સો સામે આવ્યો, જેમાં સસરા દ્વારા પુત્રવધુને માર મારવામાં આવ્યો, આ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે, જે પોલિસમાં સબૂત તરીકે આપી ફરિયાદ નોંધાવવામાં આવી.

ઉત્તર પ્રદેશના નોઈડાથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ તેની પુત્રવધૂને તેના પતિ અને સસરાની સામે મારતો જોવા મળે છે. ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ ચોંકાવનારો વીડિયો રેકોર્ડ થયો હતો. નોઈડા સેક્ટર 121ની ક્લિઓ કાઉન્ટી સોસાયટીમાંથી રિપોર્ટ કરાયેલા એક વીડિયોમાં મહિલા અને તેના સસરા વચ્ચે કોઈ વાતને લઈને દલીલ થઈ રહી છે. થોડા સમય પછી રૂમની અંદર વધુ બે મહિલાઓ હાજર છે. વિવાદ વધતાં જ તેણે તેની વહુને માર મારવાનું શરૂ કર્યું. લગ્ન બાદ મહિલા તેના પતિ સાથે નોઈડા શિફ્ટ થઈ ગઈ.

મહિલાના લગ્ન બિહારના મુઝફ્ફરપુરના રહેવાસી વિવેક કુમાર સાથે વર્ષ 2018માં થયા હતા. ત્યારથી તે નોઈડામાં તેના પતિ સાથે રહે છે. મહિલાનો આરોપ છે કે તે છેલ્લા ચાર વર્ષથી ઘરેલુ હિંસાનો સામનો કરી રહી છે. તેનું કહેવું છે કે તેના લગ્ન બાદથી જ તેનો પતિ, સસરા અને દિયર તેને મારતા હતા. છેલ્લા હુમલાની 10 ઓગસ્ટના રોજ બની હતી. તે સમયે જ્યારે પીડિતા પર હુમલો કરવામાં આવ્યો ત્યારે તેની બહેન સ્મિતા કશ્યપ, ભાઈ સ્મિત શાહી અને માતા સુષ્મા સિન્હા ઘરમાં હાજર હતા.

ઘરમાં મહિલાના પરિવારના સભ્યો હાજર હોવા છતાં મારામારીની ઘટના બની હતી. ઘટના બાદ પોલીસે આરોપી સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધી હતી. પોલીસે આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. મહિલાએ પોલીસને વીડિયો પ્રૂફ પણ સોંપ્યો છે. આ કેસમાં ત્રણ આરોપીઓ હાલ ફરાર છે. પોલીસ આ મામલે હાલ તપાસ કરી રહી છે. પીડિતાની નાની બહેને જણાવ્યું કે 10 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના કારણે બહેન, મોટા ભાઇ અને માતા નોઇડામાં ઘરે આવ્યા હતા.

11મી ઓગસ્ટના રોજ વાતચીત દરમિયાન અચાનક વિવેક અને નવલે ત્રણેય પર હુમલો કર્યો હતો અને તેને પણ માર માર્યો હતો. પીડિતાનો આરોપ છે કે અગાઉ 17 જુલાઈ 2022ના રોજ વિવેક કુમાર અને તેના ભાઈ વિકાસ કુમારે મારું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના નિશાન હજુ પણ તેના ગળા પર છે.

આવી સ્થિતિમાં 11 ઓગસ્ટની ઘટના બાદ પીડિતાએ પોલીસ સ્ટેશન ફેઝ-3માં ફરિયાદ કરી છે. જેના આધારે પોલીસે પતિ વિવેક કુમાર, ભાઈ વિકાસ કુમાર અને સસરા નવલ કિશોર વિરુદ્ધ કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.પીડિતા અનુસાર તેના લગ્ન બિહારના મુઝફ્ફરનગરમાં વિવેક કુમાર સાથે 10 ફેબ્રુઆરી 2018ના રોજ થયા હતા. પતિ અને સસરા તેને રોજ માર મારતા અને પ્રોપર્ટી અંગે ટોણા પણ મારતા.

Shah Jina