અમદાવાદમાં 52 વર્ષના ઢગાએ મિત્રની સગીર દીકરીની લૂંટી લાજ, સગીરાને ઉલટીઓ થતા જ….

ગુજરાતમાંથી અવાર નવાર દુષ્કર્મના કિસ્સાઓ સામે આવે છે. છેલ્લા કેટલાક સમયથી તો નરાધમ હવસખોરો દ્વારા નાની નાની સગીરાઓ સાથે પણ દુષ્કર્મ આચરવામાં આવતુ હોવાનું સામે આવે છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાલ ગામમાંથી એક દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 17 વર્ષીય સગીરા સાથે 52 વર્ષના ઢગાએ દુષ્કર્મ આચર્યુ હતુ અને તેને ગર્ભવતી બનાવી હતી. ત્યારે આ મામલે ફરિયાદ નોંધાતા પોલિસે આરોપીની ધરપકડ કરી હતી. આ ગુનામાં આરોપી સગીરાના પિતાનો મિત્ર જ હોવાનું સામે આવ્યું હતુ.

પ્રતિકાત્મક તસવીર

નવરાત્રીના સમયગાળા દરમિયાન જયારે એક દિવસ સગીરાના ઘરે પિતાનો મિત્ર ચંદુજી ડોડીયા આવ્યો ત્યારે તેણે મજૂરી કામ માટે લઈ જવાનું કહી સગીરાને મોટરસાયકલ પર બેસાડી અને અવાવરુ જગ્યા પર લઈ જઇ સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે સંબંધ બાંધ્યો. આ પછી તેણે નરાધમે બાળકીને ધમકી આપી કે જો આ વાતની જાણ તે કોઇને કરશે તો તેના માતા-પિતાને અને માનસિક અસ્થિર ભાઈને મારી નાખશે. આ ઘટના બાદ તો સગીરા પર દુષ્કર્મનો સિલસિલો શરૂ થઈ ગયો.

સગીરાનો ભાઇ માનસિક અસ્થિર હતો અને તેની સારસંભાળ રાખવાની જવાબદારી પણ તેના પર હતી. માતાપિતા સવારે ખેતરે મજૂરી કામ માટે જતા અને સાંજે પરત ફરતા અને આનો લાભ લઈ આરોપીએ સગીરાને વારંવાર પોતાની હવસનો શિકાર બનાવી અને તેને કારણે સગીરાને ગર્ભ રહી ગયો. સગીરાને એક દિવસ ઉલટી કરતા જોઈ માતાએ ફોસલાવીને પૂછ્યુ તો સગીરાએ પોતાની સાથે થયેલ આપવીતી જણાવી. જે બાદ તો માતાના પગ નીચેથી જમીન જ સરકી ગઇ.

આ વાતની જાણ માતાને થતા તેણે સગીરાને હોસ્પિટલ લઈ જઈ ચેક કરાવી તો સગીરાને પાંચ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યુ. જે બાદ ઘટનાને લઇને સગીરાના પરિવારજનોએ રામોલ પોલીસ સ્ટેશનમાં ચંદુજી ડોડીયા સામે પોકસો અને દુષ્કર્મની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી અને પોલીસે આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે ધકેલ્યો. તપાસમાં આરોપી પોતે બે બાળકોનો પિતા હોવાનું સામે આવ્યુ છે.

Shah Jina