દાહોદમાં કપાતર દીકરાએ જ પિતાની કરી હત્યા, કારણ જાણીને કહેશો ખરેખર કળયુગ આવી ગયો છે હવે તો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ક્યાંક લૂંટના ઇરાદે કોઈની હત્યા કરી દેવામાં આવતી હોય છે, તો ક્યાંક અંગત અદાવતમાં હત્યા થઇ જતી હોય છે, તો ઘણીવાર પરિવારના જ સંબંધોમાં ઘણીવાર કોઈની હત્યા કરી દેવાના મામલા પણ સામે આવતા રહે છે, પરંતુ હાલ એક એવો ચકચારી ભરેલો કિસ્સો સામે આવ્યો છે જેને જોઈને કોઈનું પણ કાળજું કંપી ઉઠે.

ઘડપણની લાકડી કહેવાતો સગો દીકરો જ જયારે પિતાની હત્યા કરે ત્યારે પિતા પુત્રના સંબંધો શર્મસાર થતા જોવા મળે છે, આવી જ એક ઘટના હાલ દાહોદમાંથી સામે આવી છે, જ્યાં હેંડપંપ માંથી પાણી ભરવા જેવી નજીવી બાબતે એક દીકરાએ પોતાના જ પિતાની હત્યા કરી નાખી છે. આ ઘટના એ સમગ્ર પંથકમાં ચકચારી મચાવી દીધી છે.

આ ચકચારી ભરેલી ઘટના સામે આવી છે, દાહોદ જિલ્લાના દેવગઢબારીયાના કેળકૂવા ગામમાંથી. જ્યાં એક દીકરાએ પિતાની હત્યા કરી નાખી અને હત્યા કર્યા બાદ તે ફરાર પણ થઇ ગયો. પિતાએ ફક્ત દીકરાના હેન્ડપંપ માંથી પાણી ભર્યું હતું. જેને લઈને દીકરો ગુસ્સે થઇ ગયો અને પંપમાંથી પાણી કેમ ભરો છો તેમ કહી પિતા સાથે ઝઘડો કરવા લાગી ગયો.

ઝઘડો એટલો વણસી ગયો કે દીકરાએ પિતાને ગડદાપાટુનો માર માર્યો હતો. દર્દથી પીડાતા પિતાએ બૂમો પાડી હતી જેના બાદ આસપાસ રહેલા લોકો પણ વચ્ચે પડ્યા હતા અને તેમને છોડાવવાનો પ્રયત્ન કરતા દીકરાએ તેમને પણ ધમકીઓ આપી હતી, જેના બાદ પિતાને લોહીલુહાણ હાલતમાં ત્યાં પડ્યા હતા અને દીકરાને ત્યારે પણ સંતોષ ના થતા તેને પિતાનું ગળું દબાવી દીધું હતું અને તેના કારણે પિતાનું મોત નીપજ્યું હતું.

આ ઘટના બાદ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી, અને પોલીસ પણ તાબડતોબ ઘટના સ્થળે આવી પહોંચી હતી, જ્યાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ ઝઘડામાં તેઓ વચ્ચે પડતા તેમને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હત્યા કર્યા બાદ પુત્ર ફરાર થઇ ગયો હતો, પોલીસે હાલ હત્યાનો ગુન્હો નોંધીને અને તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Niraj Patel