ખબર

તૂટેલા પાટા પર ઝડપથી આવી રહી હતી ટ્રેન, ગરીબ પિતા-પુત્રી પાટા વચ્ચે ઉભા રહ્યા, પછી થયું કંઈક આવું…..

આજકાલ આપણી આજુબાજુમાં એવું લાગી રહ્યું છે કે માણસાઈ મરી પરવારી છે. ક્યાંક પણ કંઈક થાય તો લોકો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ જ કરતા રહે છે. પરંતુ કોઈ ને મદદ કરવા નથી જતું. ત્યારે આજે એક એવી ઘટના સામે આવી છે કે પોતાના જીવન જોખમે 2 હજારથી વધુ લોકોના જીવ બચાવ્યા છે.

Image Source

ત્રિપુરાના અગ્રતાલમાં પિતા પુત્રીએ માણસાઈની કારણે તેના જીવ જોખમમાં મૂકીને 2 હજાર લોકોના જીવ બચાવ્યા છે. પિતા-પુત્રીની સુઝબુઝના કારણે મોટી રેલ દુર્ઘટના ટળી હતી. આ ઘટના બાદ બન્ને પિતા-પુત્રીની સોશિયલ મીડિયામાં વખાણ થવા લાગ્યા છે. આ પિતા-પુત્રીની જોડીને સ્વાસ્થ્ય મઁત્રીએ પણ સન્માનિત કર્યા છે. તો ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે પણ રિયલ હીરો કહ્યા છે.

Image Source

અગ્રતાલના સ્વપ્ન દેબ એક મજરે છે. તે તેની પુત્રી સોમતી સાથે ગત 15 જૂનના લાકડા કાપવા જંગલમાં ગયા હતા. તે દરમિયાન તેની નજર રેલવેના પાટા પર પડી. ભુસ્ખ્લનને કારણે રેલના પાટા તૂટી ગયા હતા. પરંતુ આ મામલો એટલે ગંભીર થઇ ગયો કે,સ્વપ્નની સામે એક ટ્રેન દેખાડી.

Image Source

ત્યારે સ્વપ્નને આ ટ્રેનને રોકવાનો ફેંસલોઃ લીધો હતો. પહેલા તો સ્વપ્નને હાથમાં ટુવાલ લઇને ડ્રાઇવરને સચેત કરવાની કોશિશ કરી હતી. પરંતુ કઈ થયું ના હતું. ત્યારે તે બાપ -દીકરીએ તેના જીવની પરવાહ કર્યા વગર શર્ટ કાઢી ટ્રેનની સામે દોડવા લાગ્યા. ત્યારે ડ્રાઇવર સમજી ગયો કે આગળ કંઈક ખતરો છે.તેને તતુરંત જ ઇમરજન્સી બ્રેક લગાડી દીધી હતી. જો ટ્રેન આ પાટા પરથી નીકળી જાત તો વિચારો કેટલી મોટી દુર્ઘટના સર્જાઈ હોત.

Image Source

લોકોએ આ પિતા-પુત્રીની બહુજ પ્રશંસા કરી હતી. તેની બહાદુરીને સલમાન કરતા ગત 21 જૂને ત્રિપુરા સરકારના મંત્રી સંદીપ રોય બર્મને બન્ને સન્માનિત કર્યા હતા. મંત્રીએ બન્નેને તેના ઘરે બોલાવી નાસ્તો કર્યો હતો.

જયારે આ ખબર સોશિયલ મીડિયામાં છવાઈ ત્યારે લોકો પિતા-પુત્રીની બહાદુરીની પ્રશંસા કરતા થાકતા ના હતો. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી વીરેન્દ્ર સહેવાગને પણ તેનો ફોટો શેર કરી રિયલ હીરો બતાવ્યા હતા.


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks