અમદાવાદના ચર્ચાસ્પદ મર્ડર મિસ્ટ્રીનો ઉકેલાયો ભેદ, સગા બાપે જ દીકરાને પતાવી દીધો, શરીરના ટૂકડા કર્યા બાદ કર્યુ એવું કે… જાણો ભયાનક વિગત

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થતો જઇ રહ્યો છે. અવાર નવાર દુષ્કર્મ, છેતરપિંડી, લૂંટફાટ અને હત્યાના ગુનાઓ નોંધાઇ રહ્યા છે, જેમાં છેલ્લા ઘણા સમયથી વધારો થતો જઇ રહ્યો છે. ગુનાહિત પ્રવૃત્તિઓમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ મોખરે છે, ત્યારે હાલમાં અમદાવાદમાંથી ભયાનક હત્યાનો કેસ સામે આવ્યો છે. આ હત્યાના કેસની મિસ્ટ્રી ઉકેલાયા બાદ તો પોલિસના પણ હોંશ ઉડી ગયા હતા. અમદાવાદના વાસણા અને પાલડી વિસ્તારમાંથી જે કપાયેલા અંગો મળી આવ્યા હતા, તેના રહસ્ય પરથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પડદો ઊંચક્યો છે. આ કેસમાં ઘણા ચોંકાવનારા અને ભયાનક ખુલાસા થયા છે. જે જાણી ચોક્કસથી તમારુ પણ હૈયુ કંપી ઉઠશે.

દારૂ પીવાની કુટેવ ધરાવતા દીકરાને સગા બાપે જ મોતને ઘાટ ઉતારી દીધો અને તેની લાશના છ ટુંકડા કરી નાખ્યા. દીકરાની હત્યા કર્યા બાદ બાપ ભગવાની ફીરાકમાં હતો પરંતુ પોલીસે રાજસ્થાનથી તેને દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, આરોપી પિતા પુત્રની હત્યા કરવા બદલ ભગવાનની માફી માંગવા માટે કાલુપુર સ્વામિનારાયણ મંદિરે પણ ગયા હતા. ઘટનાની વિગત જોઇએ તો, આરોપી નિલેશ જોશીએ 18 જુલાઈના રોજ દીકરા સ્વયમ જોશીની હત્યા કરી હતી અને તે બાદ તેની લાશનો નિકાલ કરવા શરીરના ટુકડા કરી પ્લાસ્ટીકની બેગમાં ભર્યા હતા.

તે બાદ તેને અલગ-અલગ વિસ્તારમાં ફેક્યા હતા. આરોપીએ લાશના ઈલેક્ટ્રીક કટર વડે ટુકડા કર્યા. આરોપીએ ઇલેક્ટ્રિક કટરથી ધડ, હાથ અને પગનાં ટુકડા કર્યા હતા. જે બાદ આરોપી નિલેશ જોશી ભક્તિભાવ અને ભગવાનમાં માનતા હોવાને કારણે નાહી ધોઈ માફી માંગવા માટે કાલુપુર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ગયા હતા. દર્શન કર્યા પછી પરત ઘરે આવ્યા બાદ બપોરે એક ટુકડો વાસણા જ્યારે બીજા પાલડીમાં ફેંક્યા હતા. જણાવી દઇએ કે, નિલેશ જોશી ST વિભાગના નિવૃત સરકારી કર્મચારી છે. તેઓ પુત્ર સાથે અમદાવાદ ખાતે રહેતા હતા જ્યાંરે તેમની પત્ની અને દીકરી જર્મની રહે છે.

મૃતક કામધંધો કરતો ન હતો અને દારૂ સહીતના નશાના રવાડે ચડી ગયો હતો, જેને કારણે અનેક વખત પિતા-પુત્ર વચ્ચે માથાકૂટ થતી હતી. ત્યારે 18 તારીખના રોજ રાત્રે જમવા બાબતે પુત્રએ પિતાને માર મારવાની કોશિશ કરતા નિલેશભાઇએ સ્વ-બચાવમાં પુત્ર પર દસ્તાથી હુમલો કર્યો હતો. આ દરમિયાન ઉશ્કેરાયેલા પિતાએ દીકરાના માથાના ભાગે 7-8 દસ્તાના ઘા ઝીંકી દેતા પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે, પોલિસને 22 જુલાઈના રોજ વાસણા પોલીસ સ્ટેશનની હદમાંથી માનવ અવશેષો મળ્યા હતા.

આરોપી પિતા પોલિસ પકડથી બચવા બધુ સગેવગે કરી અમદાવાદથી સુરત ગયા હતા અને ત્યાંથી તેણે ગોરખપુર અને બાદમાં નેપાળ જવાનો પ્લાન ઘડી લીધો હતો. પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઊંડી તપાસ હાથ ધરી આરોપી પિતા નેપાળ ભાગે તે પહેલા જ સુરત રેલવે સ્ટેશનના અધિકારીઓની મદદથી રાજસ્થાનના સવાઇ માધવપુર જિલ્લાના ગંગાપુર રેલ્વે સ્ટેશન પરથી ઝડપી પાડ્યો હતો.

Shah Jina