પપ્પા ઘરમાં લઇ આવ્યા જૂની સાઇકલ, એ જોઈને દીકરો થઇ ગયો એટલો ખુશ કે જોઈને તમારી આંખોમાં પણ આંસુઓ આવી જશે, જુઓ વીડિયો

જો તમે ખુશ રહેવા માંગતા હોવ તો ખુશી નાનામાં નાની વસ્તુમાંથી પણ મળી શકે છે. ખાસ કરીને વંચિત જીવન જીવતા લોકોને નાની-નાની બાબતોથી જે સુખ-સુવિધા મળે છે તે તેમના માટે માત્ર મોટી વાત નથી, એ ક્ષણ જોવી એ સામાન્ય માણસ માટે પોતાનામાં અમૂલ્ય ક્ષણ છે. આપણે પણ બાળક હોઈએ ત્યારે ઘરમાં કોઈ નવી વસ્તુ આવે તો આપણે કેવા ખુશ થઈ જઈએ છીએ, કોઈ નવું વાહન કે નવી વસ્તુ ઘરમાં આવે એટલે દરેક બાળકને ખુશી ચોક્કસ આપે છે. હાલ એવો જ એક વીડયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં એક પિતા સેકેંડ હેન્ડ સાઈકલ લાવે છે અને તેની પૂજા કરતા નજરે પડે છે, સામે ઉભેલા બાળકને એ સાઈકલ ઘરમાં આવવાની ખુશી, ઘરમાં એક લક્ઝુરિયસ કાર આવ્યા બરાબર છે. એ નાના બાળકના કેટલાય સપનાઓ એ સાયકલની પાછળની સીટ ઉપર રોપાય ગયા હશે, પોતાનું દફ્તર ભરાવી શાળાએથી એના પપ્પા એને પાછળ બેસાડી લઈને જશે, ગામ વચ્ચે સાયકલ પાછળ બેસી પોતાના મિત્રો સામે હાથ હલાવી જાણે પોતે એક મોટી સવારી ઉપર બેઠો હોય એવો એને ગર્વ થશે અને આવા તો કેટલાય સપના એની આંખોમાં ઘરમાં સાઈકલને આવેલી જોઈને રોપાયેલા જોઈ શકાય છે.

છત્તીસગઢ કેડરના IAS ઓફિસર અવનીશ શરણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણીવાર પ્રેરણાત્મક અને રસપ્રદ વીડિયો અને ફોટા પોસ્ટ કરે છે, જે તમને મૂડમાં લાવે છે. આ વખતે તેણે એવો વીડિયો પોસ્ટ કર્યો છે, જે પિતા-પુત્ર માટે ખુશીની ક્ષણ છે, પરંતુ જોનારની આંખો લાગણીથી ભીની થઈ ગઈ છે.  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આ ઈમોશનલ વીડિયો પોસ્ટ કરતા અવનીશ શરણે તેના કેપ્શનમાં લખ્યું, “આ માત્ર સેકન્ડ હેન્ડ સાઈકલ છે, પરંતુ તેના ચહેરા પરની ખુશી જુઓ. તેના હાવભાવ કહી રહ્યા છે, જાણે આજે તેણે મર્સિડીઝ ખરીદી હોય.”

આ વાયરલ વીડિયોને ટ્વિટર પ્લેટફોર્મ પર લાખો લોકોએ જોયો છે. આ ઉપરાંત હજારો લોકોએ  આ વીડિયોને રીટ્વીટ કર્યો છે, જ્યારે લગભગ સાડા 78 હજાર કરતા વધુ લોકોએ આ જબરદસ્ત વીડિયો લાઈક કર્યો છે. એટલું જ નહીં આ વીડિયો પર લોકો ભરપૂર પ્રતિસાદ પણ આપી રહ્યા છે, ઘણા લોકો આ વીડિયોને ખુબ જ હૃદયસ્પર્શી પણ કહી રહ્યા છે.

Niraj Patel