માતાની સામે જ દીકરીની બાપે કરી ક્રૂર હત્યા, હેવાન બન્યો પિતા – જેણે જોયું એ ચીસો પાડવા લાગ્યા

મોટા પપ્પા અને કાકાએ હાથ-પગ પકડી રાખ્યા, બાપે દીકરીનું ગળું ચીરી નાખ્યું…સાંભળીને ધ્રુજી ઉઠશો

ગુજરાતના સુરતમાંથી હાલમાં જ ગ્રીષ્મા વેકરિયા નામની યુવતિનું ગળુ કાપી ઘાતકી હત્યા કરવામાં આવી હતી અને તે બાદથી આ કેસ ઘણો જ ચર્ચામાં છે. જો કે, હાલમાં એક ઓનર કિલિંગનો મામલો સામે આવ્યો છે. બાળકીના પિતા અને તેના કાકા સહિત ત્રણ લોકોએ પુત્રીનું ગળું કાપીને જઘન્ય રીતે હત્યા કરી નાખી. ઘટના બાદ લાશને ઘર પાસેના ખેતરમાં ફેંકી દીધી હતી. ઘટના નગર પોલીસ સ્ટેશન વિસ્તારના કોટવા ગામની છે. મૃતક યુવતી 19 વર્ષની કિરણ કુમારી હોવાનું કહેવાય છે, જે કોટવા ગામના ઈન્દ્રદેવ રામની પુત્રી હતી. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. પોલીસ હત્યા પાછળ ઓનર કિલિંગ સહિતના અન્ય મુદ્દાઓ પર તપાસ કરી રહી છે.

મૃતક યુવતીની માતા કલાવતી દેવીનો આરોપ છે કે તેના પિતા ઇન્દ્રદેવ રામ કિરણ કુમારીના લગ્ન મશાંથાણા ગામના બિરછાના પૌત્ર શર્મા સાથે કરાવવા માંગતા હતા, પરંતુ કિરણ અને તેણીના માતાને છોકરો પસંદ નહોતો. જેના કારણે તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. મૃતક અન્ય કોઈને પ્રેમ કરતી હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. મૃતકની માતા કલાવતી દેવીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેનો પતિ ઈન્દ્રેવ રામ હંમેશા દારૂ પીને ઘરે આવતો હતો અને પુત્રી તેનો વિરોધ કરતી હતી.

રવિવારે રાત્રે કિરણના પિતા, તેના કાકા અને મોટા પિતા નશામાં ઘરે પહોંચ્યા અને તેની હત્યા કરી નાખી. માતાએ કહ્યું, ‘કિરણે તેની પસંદના છોકરા સાથે લગ્ન કરવાની વાત કરી હતી. પરિવારને તે છોકરો પસંદ નહોતો. આના પર પરિવાર તેની વિરુદ્ધ થઈ ગયો. રવિવારે રાત્રે તેના પિતા, કાકા અને મોટાપપ્પા ઘરે પહોંચ્યા હતા. બધા તેને મારવા લાગ્યા. જ્યારે હું મારી દીકરીને બચાવવા આવી તો મને પણ માર માર્યો. કિરણ પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડવા લાગી. માતા પોતાની પુત્રીના જીવની ભીખ માંગવા લાગી, પરંતુ આરોપીઓ માન્યા નહિ. કાકા અમરદેવ રામ અને મોટા પપ્પા આરગ્ય રામે હાથ-પગ પકડી રાખ્યા હતા અને પિતાએ તેનું ગળું કાપી નાખ્યું.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

કિરણનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતદેહને ઉઠાવીને ઘર પાસેના ખેતરમાં ફેંકી આરોપીઓ નાસી ગયા હતા. ઓનર કિલિંગની સૂચના પર પોલીસ સોમવારે સવારે ગામમાં પહોંચી હતી. માતાનું નિવેદન નોંધી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. સદર એસડીપીઓ સંજીવ કુમારે કહ્યું છે કે તપાસ બાદ ગુનેગારોની ધરપકડ કરવી જોઈએ.

એસડીપીઓ કહ્યું, ‘પોલીસને માહિતી મળતાની સાથે જ સ્થળ પર સિટી ઈન્સ્પેક્ટર લાલન કુમારના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીની પોલીસ તપાસમાં બધું સ્પષ્ટ થઈ ગયું છે. ગુનેગારો પણ જલ્દી પકડાઈ જશે. યુવતી બીજે લગ્ન કરવા માંગતી હતી અને તેના પરિવારના સભ્યો અન્ય કોઈ સાથે લગ્ન કરવા માંગતા હતા, આ વિવાદમાં આ હત્યા કરવામાં આવી છે.જણાવી દઇએ કે, આ મામલો બિહારના ગોપાલગંજનો છે.

Shah Jina