દીકરીના પ્રેમલગ્ન પર પિતા થયા નારાજ, પિતાએ રાખ્યું બેસણું: માતાએ રડતાં રડતાં જાણો વિગતવાર શું શું કહ્યું અને આ મેટર પર તમારું શું કહેવું છે
Father Angry On Daughters Love Marriage : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પ્રેમ લગ્નના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે. આજની યુવાપેઢીને પોતાના ગમતા વ્યક્તિ સાથે લગ્ન કરવાની આઝાદી મળી ગઈ છે. કેટલાક ગમતા જોડા પરિવારની સંમતિથી એકબીજા સાથે લગ્ન કરતા હોય છે. તો ઘણા યુવાનો પરિવારને જણાવ્યા વિના જ ભાગીને લગ્ન કરી લેતા હોય છે. ત્યારે હાલ વડોદરામાંથી એક એવો જ મામલો સામે આવ્યો છે, જેમાં દીકરીના પ્રેમ લગ્નથી નારાજ પિતાએ દીકરીનું જીવતે જીવંત જ બેસણું કરી નાખ્યું.
પિતાએ વ્યક્તિ કરી નારાજગી :
આ ચોંકાવનારી ઘટના સામે આવી છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલા લીલોર ગામમાંથી. જ્યાં રહેતા એક વાળંદ પરિવારની દીકરીએ પોતાના પરીરને અંધારામાં રાખીને અન્ય જ્ઞાતિના યુવક સાથે લગ્ન કરી લીધા હતા. આ લગ્નના કારણે યુવતીના પિતા પણ ખુબ જ નારાજ થઇ ગયા હતા અને તેમને આ પ્રેમ લગ્નને ના મંજુર કરવાનો નિર્ણય લીધો હતો. જેના બાદ તેમને સમાજના લોકોને બોલાવી દીકરી પ્રત્યે નારાજગી પણ વ્યક્તિ કરી હતી.
જીવતે જીવંત રાખ્યું બેસણું :
દીકરીને પોતાએ નાનેથી મોટી કરી, ભણાવી ગણાવી, જેના બાદ દીકરીએ પોતાના ગમતા વ્યક્તિ સાથે જ લગ્ન કરી માતા પિતાને પણ છેતર્યા હોવાનું લાગી આવતા પિતાએ સમાજ અને ગામના લોકોને બોલાવીને દીકરીનું જીવતે જીવંત જ બેસણું કરી લીધું હતું. આ મામલાને લઈને યુવતીની માતાએ જણાવ્યું કે, “એના પિતાએ સુખ-દુ:ખ બેઠી તેને ભણાવીને મોટી કરી, તેના પિતાની ઈચ્છા હતી કે, ગામમાં કોઈના ના થયા હોય તેવા લગ્ન તેઓ તેમની દીકરીના કરવાં માંગતા હતા. પણ દીકરીએ એક વાર પણ અમારું વિચાર્યું નહિ.”
પિતાના સપનાઓ પર ફેરવ્યું પાણી :
દીકરીનું જીવતે જીવંત બેસણું કરીને દીકરી સાથેના તમામ સંબંધોનો અંત પણ પિતાએ લાવી દીધો. દીકરાના આવા પગલાંના કારણે પરિવારના સભ્યો પણ આઘાતમાં છે. એક પિતાએ દીકરી માટે કેટ કેટલા સપના જોયા હોય, તેને ભણાવીને મોટી કરે અને તેના ધામધૂમથી લગ્ન થાય એ માટે પાય પાય ભેગી કરતા હોય અને દીકરી પોતાના પિતાના સપનાઓ પર પાણી ફેરવીને એક દિવસમાં જ કોઈ અન્ય યુવક સાથે ચાલી જાય ત્યારે ખરેખર પિતાને આઘાત લાગે.
View this post on Instagram