પિતા અને દીકરાએ એકસાથે કર્યા લગ્ન, પિતાએ 22 વર્ષ લિવ-ઇનમાં રહ્યા બાદ કર્યા લગ્ન તો દીકરાએ 2 વર્ષ જૂની પ્રેમિકા સાથે કર્યા લગ્ન, શરણાઇની જગ્યાએ સંભળાઇ પોતીની કિલકારીઓ

બાપ અને દીકરાએ એક જ મંડપમાં લગ્ન કર્યા, આ કહાની સાંભળવા જેવી છે

દાદા-દાદી બની ચૂકેલા રામલાલ મુંડા અને સહોદરી દેવીએ પવિત્ર બાઇબલ પાઠ વચ્ચે પતિ-પત્નીના રૂપમાં એકબીજાનો હાથ પકડ્યો. તો બીજી તરફ એ જ જગ્યાએ રામલાલ મુંડાના દીકરા જીતેશ્વર મુંડાએ પણ લગ્ન કર્યા. આ દરમિયાન તેમની પાંચ વર્ષિય પોતી રોમિકાની કિલકારીઓ સંભળાતી હતી.

રામલાલ મુંડા અને સહોદરી દેવી 22 વર્ષથી સાથે રહે છે. રામલાલ આદિવાસી છે અને સહોદરી લોહરા સમાજના છે. તે ગુમલા જિલ્લાના ઘાઘરામાં રહે છે. તેમના 21 વર્ષિય દીકરા જીતેશ્વરને બે વર્ષ પહેલા 19 વર્ષની અરૂણા સાથે પ્રેમ થઇ ગયો હતો. રાંચીમાં લિવ-ઇનમાં રહેનારા લોકોના સામૂહિક લગ્નની વાત મળતા જ બંને જોડી રાંચી આવી ગઇ અને લગ્ન કર્યા. રામલાલને 5 મહિનાની પોતી પણ છે.

ઘાઘરા નિવાસી 45 વર્ષિય રામલાલ મુંડા અને સહોદરી દેવી 22 વર્ષોથી લગ્ન કર્યા વગર રહેતા હતા. તેમના બાળકો પણ મોટા થઇ ગયા હતા. લોહરા સમાજની સહોદરી દેવીને મુંડા સમાજના રામલાલ સાથે લગ્ન કરવાની પરવાનગી મળી ન હતી. તેમને સમાજમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તેઓ પતિ-પત્નીની જેમ રહેવા તો લાગ્યા પરંતુ સામાજિક સ્વીકાર્યતા ન મળી. તેમનો દીકરો પણ બે વર્ષથી લિવ-ઇનમાં રહેતો હતો. તેમની એક દીકરી પણ છે જેનું નામ રોમિકા છે.

રામલાલ કહે છે કે, ઘણીવાર તેમણે સહોદરી સાથે લગ્ન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સમાજનો સાથ ન મળ્યો. સહોદરીને લગ્નના જોડામાં જોવીએ એ તેમનું સ્વપ્ન હતું. જે 22 વર્ષ બાદ પૂરુ થયું.

રામલાલના દીકરા જીતેશ્વર કહે છે કે, અરૂણા સાથે રહેવાના તેમના નિર્ણયનો માતા-પિતાએ કયારેય વિરોધ કર્યો નહિ પરંતુ સમાજના લોકો ટોકતા હતા. તેમની દીકરી રોમિકાના જન્મ પછી ખુશી આવી પણ તેના ભવિષ્યને લઇને ચિંતા વધી ગઇ.

Image source

અરૂણા કહે છે કે, લગ્ન ન પણ થતા તો તેઓ સાથે રહેતા જેમ તેમના સાસુ-સસરા રહે છે. પરંતુ લગ્ન થયા બાદ તેમને લોકોની વાતો તો નહિ સાંભળવી પડે. જયારે તેમને સામૂહિક લગ્નની જાણકારી મળી તો તેમાં તેમણે રજિસ્ટ્રેશન કરાવ્યું. તેમને જોઇને રામલાલ અને સહોદરી દેવીએ પણ રજિસ્ટ્રેશન કરાવ્યું.

સંસ્થા તરફથી તેમના ઇસાઇ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન સંપન્ન થયા તેમજ સાથે સાથે આ જોડીઓને ઘર-ગૃહસ્થીનો સામાન પણ ઉપલબ્ધ કરાવવામા આવ્યો.

Shah Jina