ઘરમાં જ અચાનક થયો ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, સળગતા દીકરાને જોઈને પિતા પણ આગમાં કૂદી પડ્યા, બંનેનું થયું મોત

ગેસ સિલિન્ડર ફાટ્યો હતો તો એમાં પિતા અને પુત્ર નો એક સાથે જીવ વયો ગયો ! પત્ની ને આઘાત લાગતા….

એવું કહેવાય છે કે મોત કોને ક્યાં અને ક્યારે ભરખી જાય તે કોઈ નથી જાણતું ઘણા અકસ્માતની એવી એવી ખબરો સામે આવે છે કે તે જાણીને કોઈનું પણ હૈયું હચમચી ઉઠે. થોડા દિવસ પહેલા જ એક ગેસ બ્લાસ્ટ થવાની દુર્ઘટના સામે આવી હતી જેમાં એક પિતા પુત્રનું બળીને મોત થઇ ગયું તો માતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરાખંડના રૂદ્રપુરમાં સિલિન્ડરમાં આગ લાગવાથી પિતા પુત્રનું મોત નીપજ્યું હતું, જ્યારે રૂમમાંથી બહાર આવેલી મૃતકની પત્ની બચી ગઈ હતી. જોકે, પતિ અને માસૂમ પુત્રના મોતને કારણે મહિલા બેભાન થઇ ગઈ હતી અને તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

ટ્રાન્ઝિટ કેમ્પ પોલીસ સ્ટેશન વિસ્તારના ઠાકુરનગરમાં સોમવારે રાત્રે લગભગ 10 વાગ્યે એક ઘરમાં ભોજન બનાવતી વખતે સિલિન્ડરમાં આગ લાગી હતી. જેના કારણે રૂમમાં હાજર 30 વર્ષીય કેદાર સિંહ અને નજીકમાં સૂતો બે વર્ષનો પુત્ર વંશ આગની લપેટમાં આવી ગયો હતો.

કેદારની પત્ની નેહા કોઈ કામ માટે રૂમમાંથી બહાર આવી હતી, જેના કારણે તેનો આબાદ બચાવ થયો હતો. રૂમમાં લાગેલી આગ જોઈ નેહા ચીસો પાડવા લાગી અને તેના પતિ અને પુત્રને આગની જ્વાળાઓમાં ઘેરાયેલા જોઈને સ્તબ્ધ થઈ ગઈ. બૂમો સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને અકસ્માત અંગે પોલીસ અને ટ્રાન્ઝિટ સ્ટેશનના ફાયર વિભાગને જાણ કરી.

પિતા-પુત્ર અને નેહા ત્રણેયને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ડૉક્ટરે કેદાર અને તેના પુત્ર વંશને મૃત જાહેર કર્યા હતા જ્યારે નેહાની સારવાર ચાલી રહી છે. હૃદયદ્રાવક અકસ્માતથી આસપાસના લોકો પણ આઘાતમાં છે. બંનેના એકસાથે મૃત્યુએ સૌને હચમચાવી દીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ઘરમાં રાખેલી વસ્તુઓ પણ બળીને ખાખ થઈ ગઈ છે.

Niraj Patel