...
   

વડોદરા : પિતા-પુત્રીએ એકસાથે ઝેરી દવા પી ટુંકાવ્યું જીવન, પુત્રીના જન્મ દિવસના બે દિવસ પહેલા જ કર્યો આપઘાત

Vadodaraમા અગમ્ય કારણોસર પિતા-પુત્રીએ કર્યો આપઘાત,પરિવારમાં આક્રંદ છવાયો

ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં વડોદરાના છેવાડે આવેલ ભાયલી ગામમાંથી એક પિતા-પુત્રીના આપઘાતનો મામલો સામે આવ્યો છે. પિતા અને પુત્રીએ એકસાથે ઝેરી દવા ગટગટાવી જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે ભાયલી ગામમાં રહેતા ચિરાગભાઈ બ્રહ્માણી અને તેમની પુત્રી વૈશ્વીએ લસ્સીમાં ઝેર ભેળવી ગટગટાવી આપઘાત કરી લીધો. બંનેના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. મૃતક મૂળ રાજકોટના વતની હોવાનું સામે આવ્યુ છે અને ઘટનાની જાણ થતા પિતા રાજકોટથી આવવા નીકળી ગયા છે. હાલ તો એ અંગે માહિતી નથી કે બંનેએ કયા કારણોસર આપઘાત કર્યો.

40 વર્ષીય ચિરાગ બ્રહ્માણી તેમની 9 વર્ષની પુત્રી સાથે છેલ્લા બે મહિનાથી ભાયલીમા આવેલ ધ ફ્લોરેન્સ સોસાયટીના B વિંગમાં ભાડેથી રહેતા હતા. એવું સામે આવ્યુ છે કે પિતાએ પુત્રી સાથે આપઘાત કરતાં પહેલાં પિતાને જાણ કરતો વીડિયો મોકલ્યો હતો. જો કે, વહેલી સવારે જાણ થતાં પિતા પરિવારના અન્ય સભ્યો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ચિરાગ બ્રહ્માણીના ત્રણ મહિના પહેલા જ પત્ની સાથે છૂટાછેડા થયા હતા અને દીકરી તેમની સાથે રહેતી હતી. લીધા હતા. જ્યારે છોકરી પિતા સાથે રહેતી હતી. ઘટનાસ્થળેથી 50થી 60 પાનાની સુસાઈડ નોટ મળી આવી છે જેમાં ધંધાકીય ભાગીદારના કારણે જીવનમાં મુશ્કેલી આવી જતાં આપઘાત કર્યો હોવાનું જણાવ્યું છે.

Shah Jina