ખેડામાં પિતાએ 9 વર્ષની પુત્રી સાથે પંખે લટકી ગયો, મરતા પહેલા કહ્યું, આ કારણે અંતિમ પગલું ભર્યું…

બાપે દીકરીની હત્યા કરી પોતે પણ પંખે લટકી ગયો, દરવાજો ખોલતાં જ મૃત માતાના ફોટા સાથે પુત્રી ચાદરથી લપેટેલી હતી – લોકોનાં રુવાંટાં ઊભાં કરી દીધાં

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સાઓ સામે આવે છે અને તેમાંના કેટલાક ચોંકાવનારા પણ હોય છે. ત્યારે હાલમાં ખેડાના કપડવંજમાંથી એક પિતા અને પુત્રીના આપઘાની ઘટના સામે આવી છે, જેને લઇને ચકચાર મચી ગઈ છે. કોરોનામાં એક દીકરીએ તેની માતા અને એક પતિએ તેમની પત્ની ગુમાવ્યા બાદ દુઃખ સહન ન થતાં પિતાએ 10 વર્ષની પુત્રીની હત્યા કરી પોતે આપઘાત કર્યો હતો. જ્યારે સ્થાનિકોએ તપાસ કરવા દરવાજો ખોલ્યો તો એક લટકતો મૃતદેહ અને 10 વર્ષની દીકરી મૃત માતાના ફોટો સાથે ચાદરમાં લપેટેલી જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, મૃતકે આત્મહત્યા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી, જે ઘરમાંથી મળી આવી હતી અને તેમાં લખ્યુ હતુ કે, અમે આ દુનિયામાં રહેવા નથી માગતા’. જો કે, આ આપઘાત પાછળનું કોઈ નક્કર કારણ હજી જાણવા મળ્યું નથી, પરંતુ આ ઘટના અંગે મૃતકે તેમના બનેવી તથા ફુઆને સુસાઇડ નોટમાં જણાવેલા મોબાઈલ નંબરો પર જાણ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, કપડવંજના રત્નાકર માતા રોડ પર આવેલ વિશ્વાસ આર્કેડ વીંગ નંબર પાંચમાં રહેતા પિતા-પુત્રીએ મોત વહાલુ કર્યું હતુ.

જીજ્ઞાબેનનું કોરોનામાં મોત થયા બાદ ભાવિકભાઈ એકલા હાથે દીકરીનો ઉછેર કરતા હતા. પુત્રી સી‌.ડી. ગાંધી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ધોરણ ત્રણમાં ભણતી હતી, જે દિવાળી બાદ સ્કૂલે પણ ગઈ નહોતી. ભાવિક પટેલે એ આ પગલું ભરતા પૂર્વે અંતિમ ચિઠ્ઠી લખી ઘરના ટેબલ પર મૂકી હતી જેમાં લખ્યું હતું કે, અમે પિતા – પુત્રી આ દુનિયામાં નથી રહેવાના, અમારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરશો.

પ્રતિકાત્મક તસવીર

મારી પાસે કોઈ ઉપાય નહોતો. એટલે મેં આ પગલું ભર્યું છે. તો આપ સૌ અમને માફ કરશો. આ ઘટનાની જાણ થતા પોલિસ પણ દોડી આવી હતી અને બંનેના મૃતદેહને પીએમ માટે મોકલ્યા હતા. જો કે હજી રિપોર્ટ આવવાનો બાકી છે. પણ એવું સામે આવ્યુ છે કે પિતાએ જ પુત્રીની હત્યા કરી પોતે આપઘાત કર્યો હતો.

Shah Jina