પિયરમાં રહેવા માટે આવેલી બે દીકરીઓને સગા બાપે જ કુલ્હાડીના ઘા ઝીંકીને રહેંસી નાખી, એક તો સાસરે જવા મહેંદી લગાવીને સૂતી હતી.. જાણો સમગ્ર મામલો

ખુશી ખુશી પોતાના પિયર રહેવા માટે આવી હતી બે દીકરીઓ, પિતાના માથે ખૂન સવાર થયું અને રાત્રે બે વાગે દીકરાને રૂમમાં બંધ કરી અને પત્ની તેમજ બંને દીકરીઓ પર કર્યા કુલ્હાડીના ઘા, બંને દીકરીઓના મોત, જુઓ રૂંવાડા ઉભા કરી દેનારો મામલો

ગુજરાત સમેત દેશભરમાં હત્યાના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં ઘણીવર અંગત અદાવતમાં કોઈની હત્યા કરી દેવામાં આવે છે તો ઘણીવાર પારિવારિક ઝઘડાઓમાં પણ કોઈની હત્યા કરી દેવામાં આવતી હોય છે.  પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે.

આ ખબર આવી છે રાજસ્થાનના નાગૌર જિલ્લાના પરબતસરમાંથી. જ્યાં પરબતસર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામ દિલધનીમાં એક પિતાએ પોતાની જ બે પરિણીત પુત્રીઓને કુહાડી વડે મારી નાખી. માહિતી મળતા પરબતસર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના સોમવારે મોડી રાત્રે બની હતી, ગામના રહેવાસી મનરામે આ રૂંવાડા ઉભી કરી દેનારી ઘટનાને અંજામ આપવાનું નક્કી કર્યું હતું અને તેનો દીકરો જે રૂમમાં સૂતો હતો તે રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો અને પછી તે તેની પત્ની, ભાણી અને બંને દીકરીઓ પર કુહાડી વડે હુમલો કરી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં બંને દીકરીઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

સવારે જ્યારે તેનો દીકરો દૂધ આપવા માટે રૂમનો દરવાજો ખોલવા માંગતો હતો ત્યારે તેને બહારથી દરવાજો બંધ જોવા મળ્યો હતો. આ પછી તેણે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો પરંતુ બહારનો નજારો જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે તાત્કાલિક આ અંગે વિસ્તારના સરપંચને જાણ કરી હતી અને બાદમાં સરપંચની જાણ થતાં પરબતસર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

મનરામની બંને દીકરીઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ત્યાં તેની પત્ની અને ભાણી ગંભીર રીતે ઘાયલ મળી આવ્યા હતા, જેમને પરબતસર ઉપ-જિલ્લા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપીને સારવાર માટે અજમેર રેફર કરવામાં આવ્યા. ઘટનાસ્થળેથી એવી માહિતી પણ સામે આવી છે કે એક દીકરીએ એના પિતાનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સફળ થઈ શકી ન હતી.

બંને દીકરીઓ પરણેલી હતી. બંને દિકરીઓ 2 દિવસ પહેલા પોતાના પિયર આવી હતી જેમાંથી એક દિકરી બીજા દિવસે ફરીથી સાસરે જવાની હતી. તે રાત્રે મહેંદી લગાવીને સુઈ ગઈ હતી.  પોલીસ અધિક્ષકે જણાવ્યું કે મનારામ વિશે માહિતી સામે આવી છે કે તે છેલ્લા 5 વર્ષથી માનસિક રીતે બીમાર હતો અને તેના કારણે તેણે ગઈકાલે રાત્રે ઘરમાં બનેલી કોઈ વાતને લઈને આ પગલું ભર્યું હોઈ શકે છે. પોલીસે તેને શોધી કાઢી કસ્ટડીમાં લીધો છે અને તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

Niraj Patel