ભાવનગરમાં સંબંધોને શર્મસાર કરનારી ઘટના, 19 વર્ષની કુંવારીકાએ આપ્યો બાળકને જન્મ, પિતાનું નામ સાંભળતા પગ નીચેથી જમીન સરકી જશે

કુંવારી દીકરીએ બાળકને જન્મ આપ્યો, જયારે મમ્મીએ બાળકના પિતાનું નામ પૂછતાં જ એવો જવાબ મળ્યો કે પગ નીચેથી જમીન સરકી ગઇ

આજના સમયમાં મહિલાઓ અને બહેન દીકરીઓ સુરક્ષિત નથી તેના ઘણા કિસ્સાઓ રોજ બરોજ સમાચાર અને સોશિયલ મીડિયામાં સાંભળવા મળતા હોય છે. આજે ઘણી બહેન દીકરીઓ અને મહિલાઓ પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી. ઘરની અંદરના જ પરિવારજનો પણ તેમને પોતાની હવસનો શિકાર બનાવતા હોય છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

થોડા સમય પહેલા એવી જ એક ઘટના ભાવનગરમાંથી સામે આવી હતી, જ્યાં એક 19 વર્ષની કુંવારી દીકરીએ સરકારી હોસ્પિટલમાં એક બાળકને જન્મ આપ્યો હતો, જેના બાદ બાળકના પિતા અંગે છોકરીને પૂછવામાં આવ્યું ત્યારે બાળકના પિતાનું નામ સાંભળતા જ લોકો હેરાન રહી ગયા હતા.

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના શીહોર કસ્બામાં એક પિતાએ જ પોતાની દીકરી સાથે હેવાનિયત કરી હતી. છેલ્લા એક વર્ષમાં પિતાએ પોતાની 19 વર્ષની દીકરીને ઘણીવાર પોતાના હવસની શુક્ર બનાવી હતી. તેના પિતાની આ હેવાનિયતનો ખુલાસો ત્યારે થયો જયારે દીકરીએ સરકારી હોસ્પિટલની અંદર એક દીકરાને જન્મ આપ્યો.

મીડિયા રિપોર્ટ પ્રમાણે છોકરીને બાળકના પિતા વિશે પૂછવામાં આવ્યું તો તેને સમગ્ર હકીકત જણાવી હતી. પીડીતાએ રડતા રડતા તેના પિતાના દુષ્કર્મોની જાણકારી આપી હતી. તેને જણાવ્યું હતું કે તેના પિતા છેલ્લા એક વર્ષથી તેની માતાની અનુપસ્થિતિમાં જયારે તે સુઈ રહેતી ત્યારે તેની સાથે બળાત્કાર કરતા હતા, જેના કારણે તે ગર્ભવતી બની હતી.

આ ઘટના સમજમાં આવતા જ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે પોલીસને જાણકારી આપી જેના બાદ આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી. પોલીસનું માનવું છે કે પીડિતાની માતા તેના પતિના આ અપરાધથી અજાણ હતી. આરોપી પિતા મજૂરી કરતો હતો. તેની બે દિકરીઓ અને બે દીકરાઓ છે. ત્રણના લગ્ન થઇ ચુક્યા છે. નાની દીકરી માતા પિતા સાથે જ શિહોર કસ્બાની ઝુપડપટ્ટીમાં રહે છે.

Niraj Patel