કબૂતરને આપણે શાંતિનું પ્રતીક માનતા હોઈએ છીએ, અને કબૂતરને ચણ પણ નાખતા હોઈએ છીએ, આપણા ઘરે કે ગેલેરીમાં આવતું કબૂતર આપણને ગમે પણ છે. પરંતુ શું તમને કહાબ્ર છે કે કબુતરના કારણે મોટી બીમારીનો શિકાર પણ આપણે થઇ શકીએ છીએ?

કબુતરો ઉપ્પર થેયલા સંશોધનમાં મોટા ખતરાઓ સામે આવ્યા છે. ડોકટરોનું પણ કહેવું છે કે તેના બીટમાં એવું ઇન્ફેક્શન હોય છે જે તમારા ફેફસાને ઘણું જ મોટું નુકશાન પહોચાવે છે અને તમને તરત તેની ખબર પણ નથી પડતી, જો તમારા ઘરની અંદર લાગેલા એસીની આજુબાજુ કબુતરે પોતાનો માળો બનાવ્યો છે તો એ તેનો ખતરો ઘણો જ વધારે બની જાય છે.

જ્યાં કબૂતર હોય છે ત્યાં એક અજીબ દુર્ગંધ આવે છે. આ કબૂતર એ જ જગ્યાએ બેસવાનું પસંદ કરે છે જ્યાં તેમને બીટ કરી હોય, જયારે આ બીટ સુકાઈ જાય છે ત્યારે પાઉડરનું રૂપ લઈ લે છે. અને જયારે તે પાંખો ફફડાવે છે તો એ બીટનો પાઉડર શ્વાસ ધ્વરા આપણા શરીરની અંદર પહોંચી જાય છે. જેના કારણે ફેફસાની ગંભીર બીમારી થાય છે. કબૂતર ઉપ્પર કરવામાં આવેલી શોધમાં ખુલાસો થયો છે કે તેના બીટના કારણે ઘણી બીમારીઓ પેદા થઇ શકે છે.

એક પ્રોફેસર દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં એમ સામે આવ્યું છે કે એક કબૂતર વર્ષ દરમિયાન 11.5 કિલો બીટ કરે છે. બીટ સુકાઈ જવાના કારણે તેની અંદર પરજીવી બનવા લાગે છે. બીટમાં પેદા થનાર પરજીવી હવામાં ભળીને સંક્ર્મણ ફેલાવે છે. આ સંક્રમણના કારણે ઘણા જ પ્રકારની બીમારીઓ પેદા થાય છે. કબૂતર અને તેમના બીટની આસપાસ રહેવાના કારણે માણસોને શ્વાસ લેવામાં તકલીફ, ફેફસાનું ઇન્ફેક્શન, શરીરમાં એલર્જી પણ થઇ શકે છે.

દિલ્હીમાં રહેવા વાળ પીડિત સુંદર સ્વરૂપ સિંઘલે જણાવ્યું કે કબૂતરોએ તેમની પત્નીનો જીવ લઇ લીધો, તેમની પત્નીની બીમારીની શરૂઆત ફક્ત પેટના દુખાવાથી થઇ હતી. ત્યારબાદ તેમની પત્નીને એવી બીમારીની ચપેટમાં આવી ગઈ, જે કબૂતરોના કારણે થઇ હતી. જેનો કોઈ ઈલાજ નહોતો.

દિલ્હીના એક ડોક્ટર દિપક તલાવરનું પણ કહેવું છે કે: “ઓન ધ રેકોર્ડ હમણાં અમારી પાસે હાઇપર સેન્સટીવીટીના કારણે 200 દર્દીઓ છે આ 200 લોકો કબુતરોની બીટ અને તેમની પાંખોના કારણે બીમાર થયા છે.”

તકનીકી રીતે આ બીમારીઓને હિસ્ટોપ્લાજમીસ, ક્રિષ્ટોકોકોસિસ, સિટાકોસીસ, સાલ્મોનેલા અને લિસ્ટિરિયાના નામે ઓળખવામાં આવે છે. ડોક્ટર દિપક તલાવરના જણાવ્યા પ્રમાણે આ બીમારીઓના લક્ષણ શરૂઆતમાં બહુ જ હલકા હોય છે. ખાંસી આવવી, સૂકી ખાંસીનું આવવું અને થોડું શ્વાસનું ફૂલવું, ધીમીએ ધીમે બોડીમાં વજન ઓછું થવું, થોડા થોડા તાવ જેવું લાગવું, શરીરમાં દુખાવો થવો આ પ્રકારના લક્ષણો હોય છે. આ લક્ષણો ક્યારેક રહે છે ક્યારેક નથી રહેતા. વધારે પડતું ખાંસી અને શ્વાસનું ફૂલવું હોય છે. આને ચેક કરવા માટે આપણે બ્લડ ટેસ્ટ પણ કરાવીએ છીએ, જેનાથી ખબર પડે છે કે તમને કબૂતરથી થવા વાળી કોઈ બીમારી થઇ છે કે નહીં !!

વર્ષ 2001માં તોવિશ્વના ઘણા દેશોએ કબુતરોની ગંદકી વિરુદ્ધ યુદ્ધ છેડી દીધું હતું. 2001માં જ લંડનના ટ્રફાલગર સ્ક્વાયરમાં કબુતરોને દાણા નાખવા ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. એટલું જ નહીં વેનિસે 2008માં સેન્ટ માર્ક સ્ક્વાયર ઉપર પક્ષીઓ માટે દાણા વેચવા વાળા ઉપર પણ દંડ ફટકારવાનું પ્રાવધાન પણ કરી દીધું હતું. જ્યારે થોડા વર્ષો પહેલા કૈટેલોનિયામાં કબુતરોને ઓવિસટોપ નામની ગર્ભનિરોધક દવા ખવડાવવાનું પણ શરૂ કરી દીધું હતું.