મનોરંજન

આ 9 બોલિવૂડ સિતારાઓ પેલા આવા જાડિયા લગતા, પછી કસરત કરીને ઉતાર્યું વજન

આપણે બોલિવૂડમાં જોયું છે કે જયારે પણ કોઈ અભિનેતા કે અભિનેત્રી ડેબ્યુ કરે અને પછી હિટ થાય એ પછી અમુક જ વર્ષોમાં તેમનો દેખાવ સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે. તેમના રંગરૂપ સદંતર જ બદલાઈ જાય છે અને પહેલી ફિલ્મ અને એ પછીની ફિલ્મોમાં તેમના દેખાવમાં જમીન આકાશનું અંતર જોવા મળે છે. ત્યારે આજે વાત કરીએ એવા બોલિવૂડ વિશે કે જેમને પોતાનું વજન ઘટાડીને તેમનો દેખાવ બદલ્યો છે. તેઓ પહેલા જાડા હતા અને પછી આજે ખૂબ જ અલગ દેખાય છે.

ભૂમિ પેડનેકર –

Image Source

બોલિવૂડની ખૂબ જ પસંદ કરવામાં આવેલી ફિલ્મોમાંની એક ફિલ્મ દમ લાગે કે હઈસાથી બોલિવૂડમાં ડેબ્યુ કરનાર ભૂમિ પેડનેકર, તેની પહેલી ફિલ્મમાં ખૂબ જ જાડી હતી. પણ જેવી આ ફિલ્મ રિલીઝ થઇ એ પછી તરત જ તેને પોતાની જાતને ફિટ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી અને હવે તે ખૂબ જ ફિટ અને સુંદર દેખાય છે.

આલિયા ભટ્ટ –

Image Source

બધા જ જાણે છે કે આલિયા ભટ્ટ ફિલ્મોમાં આવી એ પહેલા જાડી હતી. આલિયા ભટ્ટે ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરમાં ડેબ્યુ કરતા પહેલા ત્રણ મહિનામાં જ 16 કિલો વજન ઉતાર્યું હતું. એ એટલી ફિટ ન હતી પણ તેને પોતાની જાતને ખૂબ જ સારી રીતે રજૂ કરી હતી. હવે તે ફિટ છે અને તેને હવે જિમ જવાનો કીડો પણ લાગી ગયો છે. તેને પિતા મહેશ ભટ્ટની દેખરેખમાં ચુસ્ત ડાયેટ ફોલો કરી હતી.

અર્જુન કપૂર –

Image Source

વધુ વજનના હોય અને પછી વજન ઘટાડીને ફિલ્મોમાં આવ્યા હોય એ કેટેગરીમાં ફક્ત અભિનેત્રીઓ જ નહિ પણ અભિનેતાઓ પણ સામેલ છે. અર્જુન કપૂર પણ વધુ પડતા વજનની સમસ્યાથી પીડિત હતો. પણ હવે છોકરીઓ તેના સિક્સ પેક એબ્સ અને તેના હ્યુમર પર ફિદા થઇ રહી છે. તેને ફિલ્મ જગતમાં ડેબ્યુ ફિલ્મ ઇશકઝાદેથી કર્યું હતું. આદિત્ય ચોપરાએ આ ફિલ્મ માટે તેને લીધો એ પહેલા તેનું વજન 130 કિલો હતું. પણ પછીથી તેને 4 વર્ષની અંદર 50 કિલો વજન ઉતાર્યું છે.

અદનાન સામી –

Image Source

ટોચના ગાયકોમાંથી એક અદનાન સામી એક સમયે તેમના વધુ પડતા વજનને કારણે ટ્રાવેલ કરતી વખતે વહીલચેર પર ફરતા હતા. પણ એ પછી વર્ષ 2007માં તેમને તેમનું વજન ઘટાડીને નવા અવતાર સાથે બધાને જ ચોંકાવી દીધા હતા. અદનાન સાંઈનું વજન 206 કિલો હતું અને એક જ વર્ષમાં તેમને 130 કિલો વજન ઘટાડી દીધું હતું.

ઝરીન ખાન –

Image Source

ઝરીન ખાનને સલમાન ખાને લોન્ચ કરી હતી અને તેની ડેબ્યુ ફિલ્મ વીર બાદ મીડિયાએ તેના વધુ પડતા વજનને કારણે ખૂબ જ આલોચના કરી હતી. આ પછી તેને પોતાનું વજન ઘટાડવા માટે સખત મહેનત કરી અને હવે તે પોતાના બોલ્ડ લૂક માટે ઓળખાય છે. એક સમયે તેનું વજન 100 કિલો હતું અને હવે તેનું વજન લગભગ 57 કિલો છે.

સોનાક્ષી સિંહા –

Image Source

સોનાક્ષી સિંહા અભિનય ક્ષેત્રમાં આવી એ પહેલા તેનું વજન 90 કિલો હતું. એ પછી જયારે તેને સલમાન ખાનની ફિલ્મ દબંગથી ડેબ્યુ કર્યું ત્યારે તેને 30 કિલો વજન ઘટાડ્યું હતું. હવે તેને વધુ વજન ઘટાડ્યું છે અને હવે તે સુપર ફિટ દેખાય છે. એ જિમ જાય છે સખત વર્કઆઉટ કરે છે જેથી તે ફિટ દેખાઈ શકે.

સોનમ કપૂર –

Image Source

બોલિવૂડની સ્ટાઇલ આઇકોન જેને કહેવાય છે એ અભિનેત્રી સોનમ કપૂર પણ એક સમયે ખૂબ જ જાડી હતી. સોનમ કપૂર તેના અભિનય કરતા તેના કપડાઓ માટે વધુ પ્રખ્યાત છે. તે ફિલ્મ સાંવરિયામાં આવી એ પહેલા તેનું વજન 86 કિલો હતું. ફિલ્મમાં તેના લૂક માટે તેને 30 કિલો વજન ઘટાડ્યું હતું.

પરિણીતી ચોપરા –

Image Source

એક સમયે પરિણીતી ચોપરા પણ તેના વધારે વજનને કારણે આલોચનાનો ભોગ બની હતી. એ ફક્ત ચબી જ નહિ, જાડી હતી. એ પછી તેને સખત મહેનત કરી, કસરત કરી અને પછી તેના નવા અવતાર સાથે ગીત જાનેમન આહથી બધાને જ ચોંકાવી દીધા હતા.

જેકી ભગનાની –

Image Source

જેકી ભગનાની તેના બાળપણની તસવીરો કરતા હવે ખૂબ જ હેન્ડસમ દેખાય છે. પોતાની ડેબ્યુ ફિલ્મ કલ કિસને દેખા પહેલા જેકી ભગનાનીનું વજન 130 કિલો હતું. પરંતુ હવે જેકી ખૂબ જ આત્મવિશ્વાસ સાથે શર્ટલેસ પણ પોઝ આપી શકે છે. તેને 2 વર્ષમાં કડક ડાયેટ પ્લાન ફોલો કરીને 60 કિલો વજન ઉતારી દીધું હતું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.