ખબર

1 જાન્યુઆરીથી ફક્ત ટોલબુથ માટે જ નહીં પણ કામ માટે ફરજીયાત જોશે FASTag

એક જાન્યુઆરીથી બધી ગાડીઓમાં Fastag લગાવવું અનિવાર્ય થઇ જશે. કેન્દ્રીય સડક પરિવારન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ જાહેરાત કરી છે. તેમને કહ્યું છે કે, વાહનોમાં Fastag લગાવ્યા બાદ ટોલ પ્લાઝા પર ટોલ આપવા માટે રોકાવવું નહીં પડે. ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શનને વધારવા માટે સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે નિવેદન બહાર પાડયું છે. જેને લઈને એક જાન્યુઆરી 2021સુધી વાહનો માટે Fastag અનિવાર્ય રહેશે. 1 જાન્યુઆરીથી જુના વાહનો માટે Fastag અનિવાર્ય રહેશે. જેને 1 ડિસેમ્બર 2017 પહેલા વેચવામાં આવ્યા છે.
એનએચઆઈની યોજના નિદેશક એનએન ગીરીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારએ 31 ડિસેમ્બર સુધી Fastagનો 100 ટકા ઉપયોગ કરવા માંગે છે. જો વાહન માલિકે તેના વાહન પર Fastag નહીં લગાવ્યું હોય તો હાઇવે પર 1 જાન્યુઆરીથી અસુવિધા થઇ શકે છે.

Image source

Fastag ખરીદવા માટે તમારે ડ્રાઇવિંગ લાયસન્સની ફોટો કોપી અને વાહનના રજીસ્ટ્રેશનની જરૂરત રહેશે. આ સાથે જ ફોટો આઈડી તરીકે આધાર કાર્ડ, પાસપોર્ટ અથવા પાન કાર્ડનો ઉપયોગ કરી શકો છો.

Image source

એનએચઆઈના અનુસાર, તમે Fastag કોઈ પણ બેંકમાંથી 200 રૂપિયામાં ખરીદી કરી શકો છો. Fastagને તમે ઓછામાં ઓછું 100 રૂપિયાનું રિચાર્જ કરી શકો છો. સરકારે બેન્ક અને પેમેન્ટ વોલેટથી રિચાર્જ કરી શકો છો.

વાહનમાલિક એસબીઆઈ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, બેંક ઓફ બરોડા, એક્સિસ, સીટી યુનિયન બેન્કની શાખાઓ અથવા ઓનલાઇન સેવાઓથી Fastag ખરીદી શકો છો. આ સિવાય Fastagને એનએચએઆઈના બધા ટોલ પ્લાઝા, પેટીએમ, ઈ-કોમર્સ વેબસાઈટ જેવી કે, એમેઝોન અને રોડ ટ્રાન્સપોર્ટ કાર્યાલય પર મેળવી શકો છો. ઓનલાઇન ટેગ ખરીદવા માટે ગ્રાહકો માટે એક માય Fastag એપ પણ ઉપલબ્ધ છે.

Image source

24 ડિસેમ્બરના રોજ FASTag દ્વારા 80 કરોડ રૂપિયાથી વધુનું ટોલ કલેક્શન થયું હતું. હવે દરરોજ 50 લાખથી વધુના ટ્રાન્જેક્શન થઇ રહ્યા છે. અત્યાર સુધી 2.20 કરોડ FASTag ઇસ્યુ થઇ ચુક્યા છે. થોડા દિવસમાં આવકમાં વધારો થશે.

પરિવહન વાહનોના ફિટનેસ પ્રમાણપત્રો ફક્ત ત્યારે જ રીન્યુ કરવામાં આવશે જ્યારે તેઓ પાસે FASTag હશે.
નેશનલ પરમીટ વાહનો માટે FASTagને 1 ઓક્ટોબર 2019થી અનિવાર્ય કરી દેવામાં આવ્યા છે.
1 એપ્રિલ 2021થી થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ માટે FASTag અનિવાર્ય કરી દેવામાં આવ્યો છે.
FASTag વગરની ગાડીઓમાં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ નહીં કરી શકો.