હેલ્થ

શું તમે પણ વજન ઘટાડવા માંગો છો? તો અપનાવો આ 5 ટિપ્સ, જે વજન ઘટાવવામાં ખુબ જ મદદગાર બનશે

આજકાલ વધારે વજનની સમસ્યા 10માંથી 6 લોકોને તો થાય છે જ. કારણ કે આજની ખાણીપીણી પણ એવી થઇ ગઈ છે. માણસ ઘરના ખાવા કરતા પણ વધારે બહારના ફાસ્ટ ફૂડ ઉપર રહે છે. સાથે કમાવવા માટેની દોડધામ અને ચિંતાઓમાં માણસ એટલો ઘેરાઈ જાય છે કે રાત્રે શાંતિથી સુઈ પણ નથી શકતો. આ બધા કારણોના લીધે વજન સતત વધતું રહે છે. વજન ઘટાડવા માટે પણ ઘણા લોકો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ કેટલાક અંશે એમાં પણ સફળતા નથી મળતી, આજે અમે તમને વજન ઘટાડવા માટેની કેટલીક સરળ ટિપ્સ જણાવીશું. જે તમને ખુબ જ મદદગાર સાબિત થશે.

Image Source

1. ડાયટમાં પોષક તત્વોને દૂર ના કરો. સવારે નાસ્તો કરવાનું ના ભૂલો, નાસ્તામાં ફાયબર યુક્ત આહારને જગ્યા આપો. તમારા મનગમતા ફળોને પણ નાસ્તાની અંદર ઉમેરો.

Image Source

2. જમવામાં વધારે ફેટને ના ઉમેરો. લાઈટ ડાયટ રાખો. ફણગાવેલી દાળને તમારા ડાયટમાં ઉમેરો. પ્રોટીન માટે પણ તમારા આહારમાં યોગ્ય જગ્યા બનાવો. શરીરમાં પ્રોટીનની માત્રાની ઉણપ પણ નહીં રહે અને વજન પણ ઘટશે.

Image Source

3. તળેલી વસ્તુઓ ખાવાથી હંમેશા દૂર જ રહેવું. તેમજ બજારમાં મળતા જંક ફૂડથી પણ દૂર જ રહો. આ બધું વજન વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે.

Image Source

4. શરીરને કસરત કરાવવા માટે એક નિયમિત ચાર્ટ બનાવો. અને એને અનુરૂપ નિત્યક્રમ પ્રમાણે કસરત કરવાનું રાખો.

Image Source

5. વજન ઘટાડવા માટે ભોજન સંતુલિત હોવું જરૂરી છે સાથે સાથે કસરત કરવી પણ એટલી જ જરૂરી છે. તમે કોઈપણ કસરત કરી શકો છો. જેમ કે તમને સ્વિમિંગ પસંદ છે તો તમે સ્વિમિંગ કરી શકો છો. આ ઉપરાંત તમે મોર્નિંગ વોક, જોગિંગ, સ્કિપિંગ પણ કરી શકો છો. જો તમે ઈચ્છો તો વજન ઘટાડવા માટે યોગનો સહારો પણ લઇ શકો છો.