મોટાપાની શરમ દૂર કરીને આ મહિલા બની ગઈ આજે સોશિયલ મીડિયા સેન્સેશન, લાખો મહિલાઓ માટે બની આદર્શ.. જુઓ તસવીરો

મોટાપાથી શરમ અનુભવતી મહિલાઓ માટે આ મહિલા બની પ્રેરણા, એવા બોલ્ડ કપડામાં ફોટોશૂટ કરાવે છે કે જોઈને લોકોને પણ વળી જાય છે પસીનો, જુઓ તસવીરો

દુનિયામાં આજે ઘણા બધા એવા લોકો છે જે મોટાપાની સમસ્યાથી પરેશાન છે, તે લોકો કોઈપણ ઉપાય કરે પરંતુ તેમને મોટાપો આવી જ જતો હોય છે, જેના કારણે તેમને ઘણીવાર શરમનો પણ સામનો કરવો પડે છે. ત્યારે હાલ એક એવી મહિલા સામે આવી છે જેને મોટાપાને પોતાની કમજોરી નહીં પરંતુ પોતાની તાકાત બનાવી લીધી.

 

View this post on Instagram

 

A post shared by Abby Bible (@theabbybible)

આ મહિલાનું નામ એબી બાઇબલ છે. તેઓ કહે છે કે તે સ્થૂળતામાં વધુ સુંદર લાગે છે. એબી ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા શેર કરે છે. આમાં તે બિકી પહેરેલી પણ જોવા મળી શકે છે. એબી, જે પોતાને ‘ફેટ ગર્લ’ અને ફેશન પ્રેમી તરીકે વર્ણવે છે, તેને સ્ટાઇલિશ પોશાક પહેરીને તેના શરીરને ફ્લોન્ટ કરવાનું પસંદ છે. લોકો તેની સ્ટાઈલના ખૂબ વખાણ કરે છે પરંતુ તેને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Abby Bible (@theabbybible)

મોટી સંખ્યામાં લોકો એબી બાઇબલને અનુસરે છે. કેટલાક લોકોને તેની સ્ટાઈલ ગમે છે તો ઘણા લોકો તેના શરીર પર અભદ્ર ટિપ્પણીઓ કરે છે. તે કાં તો આવા લોકોની અવગણના કરે છે, અથવા તેમની ટિપ્પણીઓ પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય આપે છે. એક વીડિયોમાં તેણે કહ્યું કે લોકો તેને એટલી બધી સલાહ આપે છે કે તેણે કેવા પ્રકારના અનરવેર પહેરવા જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Abby Bible (@theabbybible)

એબી કહે છે, ‘લોકો મને કહે છે કે મારે કેવા પ્રકારની બિકી અને ડ્રેસ પહેરવો જોઈએ, તે લોકોની વાત નકામી છે.’ એબી તેની ત્વચાને છુપાવવાને બદલે તેને ફ્લોન્ટ કરવાનું પસંદ કરે છે. આ પહેલા તેણે માઈક્રો બિકી પહેરેલી તેની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. એબીએ સોશિયલ મીડિયા પર હોટડોગ્સ ખાતા હોવાનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આ સાથે તેણે કહ્યું કે લોકોને એ ગમશે નહીં કે એક જાડી વ્યક્તિ કેવી રીતે હોટડોગ ખાય છે. તેણે સાથ આપનાર લોકોનો પણ આભાર માન્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Abby Bible (@theabbybible)

ઈન્સ્ટાગ્રામ પર 50 હજાર ફોલોઅર્સ હોવાની ખુશીમાં એબીએ એક પોસ્ટ કરી અને લખ્યું કે તેના માટે તે ખૂબ જ આનંદની વાત છે કે લોકો તેના જીવન અને ફેશનની પસંદગીઓ વિશે સાંભળવા માંગે છે. તેણીએ કહ્યું કે કેટલીકવાર તે નફરતપૂર્ણ ટિપ્પણીઓને કારણે દુઃખી થાય છે પરંતુ તે ખુશ છે કે તેના કારણે ઓછામાં ઓછા લોકોને હસવાનો મોકો મળી રહ્યો છે.

Niraj Patel