છેલ્લા કેટલાક સમયથી મનોરંજન જગતમાંથી એક બાદ એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે હાલ વધુ એક સમાચાર સામે આવ્યા છે. જાણિતા ફેશન ડિઝાઇનરનું 41 વર્ષની નાની વયે નિધન થઇ ગયુ છે અને તેમના નિધનથી સમગ્ર ફેશન ઇન્ડસ્ટ્રી અને ફિલ્મ જગતમાં શોકની લહેર છવાઇ ગઇ છે. અમેરિકાના પ્રખ્યાત ફેશન ડિઝાઈનર વર્જિલ અબલોહનું કેન્સરને કારણે રવિવારે અવસાન થયું. આ પ્રતિભાશાળી ફેશન ડિઝાઈનરના નિધન પર હોલીવુડ ઈન્ડસ્ટ્રીની મોટી હસ્તીઓ શોક વ્યક્ત કરી રહી છે અને આ સાથે જ બોલિવૂડ સેલેબ્સ પણ શોક વ્યક્ત કરી રહ્યા છે.
બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન, પ્રિયંકા ચોપરા, સોનમ કપૂર, કરણ જોહર, સહિત અન્ય ઘણી હસ્તીઓએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. ફિલ્મ નિર્માતા-નિર્દેશક કરણ જોહરે ઈન્સ્ટાગ્રામ પર પોતાનું દુઃખ વ્યક્ત કરતા લખ્યું. આટલી નાની ઉંમરમાં આ ફેશન ડિઝાઈનરના અવસાનથી ખૂબ જ આઘાત લાગ્યો. તેણે લખ્યું છે કે, આ દિલ તોડનારા સમાચાર છે. પ્રતિભાશાળી ફેશન ડિઝાઇનર માટે શ્રદ્ધાંજલિ. તેઓ ચોક્કસપણે યાદ રહેશે.
Rest in peace Virgil Abloh. 🙏🏽
— Abhishek Bachchan (@juniorbachchan) November 28, 2021
બોલિવૂડ અને હોલિવુડ સ્ટાર પ્રિયંકા ચોપરાએ લખ્યું, “બહુ જલ્દી જતા રહ્યા.” તેણે આ શબ્દોમાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. સોનમ કપૂરે પણ સોશિયલ મીડિયા પર દિવંગત ફેશન ડિઝાઇનરના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સોનમે લખ્યું, “તે ખૂબ જ દુખદ છે, હું તેમના પરિવાર માટે સંવેદના અનુભવું છું. આ શ્રદ્ધાંજલિ સંદેશ લખતી વખતે, તેણે વર્જિલ એબ્લોહની એક તસવીર ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરી છે.
અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધન કપૂરે પણ વર્જિલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત પણ ઘણા બોલિવુડ અને હોલિવુડ સ્ટાર્સ તેમના નિધન પર શોક વ્યક્ત કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલી આપી રહ્યા છે.
લક્ઝરી સમૂહ LVMH અને અબલોહના પોતાના ઓફ-વ્હાઈટ લેબલે રવિવારે તેની નિધનની જાહેરાત કરી. ઓફ-વ્હાઈટ લેબલની સ્થાપના એબલોહ દ્વારા 2013માં કરવામાં આવી હતી. અબ્લોહના પરિવારે ડિઝાઈનરના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નિવેદન જારી કરીને તેના નિધનની જાણકારી આપી હતી.
અબલોહને બે વર્ષ પહેલાં ‘કાર્ડિયાક એન્જીયોસારકોમા’ હોવાનું નિદાન થયું હતું, જે એક દુર્લભ પ્રકારનું કેન્સર છે જેમાં હૃદયમાં ટ્યુમર થાય છે. તેમના નિધનથી સમગ્ર ફેશન અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં છે. તમને જણાવી દઈએ કે વર્જિલ એબ્લોહ ફ્રેન્ચ ડિઝાઇન હાઉસના ઇતિહાસમાં 2018માં લુઇસ વિટનમાં પુરુષોના વસ્ત્રો ડિઝાઇન કરનાર પ્રથમ અશ્વેત વ્યક્તિ હતા.
તે પહેલા અમેરિકી હતી, જેમની માતાએ તેમને સિલાઇ કરવાનું શીખવાડ્યુ હતુ. અબલોહ પાસે કોઇ ઔપચારિક ફેશન પ્રશિક્ષણ ન હતુ પરંતુ તે એન્જીનિયરિંગમાં ગ્રેજ્યુએટ અને વાસ્તુકલામાં માસ્ટર ગ્રેજ્યુએટ હતો.
View this post on Instagram