મુંબઈમાં આ મોટી હસ્તીએ દુનિયાને ટાટા બાય બાય કરી દીધી, ખુબ જ સુંદર હતી, મૃત્યુ પહેલા આવું આવું કરતી ગઈ છે, જોઈ લો

Fashion Designer Suicide: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મુરાદાબાદમાં (Moradabad) એક ફેશન ડિઝાઈનરનો (Fashion Designer) મૃતદેહ તેના જ બેડરૂમમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો, જે બાદ ચકચાર મચી ગઈ હતી. સિવિલ લાઈન્સ વિસ્તારના રામગંગા વિહાર કોલોનીમાં રહેતા 25 વર્ષીય ફેશન ડિઝાઈનર મુસ્કાન નારંગનો (Muskan Narang) મૃતદેહ ફાંસીથી લટકતી હાલતમાં મળી આવ્યો. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

ત્યારે આ દરમિયાન એક દિવસ પહેલા મુસ્કાન નારંગે શેર કરેલો ઈન્સ્ટાગ્રામ વીડિયો ચર્ચામાં છે. થાના સિવિલ લાઈન્સ વિસ્તારના રામ ગંગા વિહાર કોલોનીમાં રહેતા 25 વર્ષીય મુસ્કાન નારંગે દેહરાદૂનથી ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કર્યો હતો. આ પછી તે મુંબઈમાં ફેશન ડિઝાઇનિંગનું કામ કરતી હતી. મુસ્કાન હોળીના દિવસે તેના ઘરે આવી હતી, ત્યારથી તે અહીં રહેતી હતી.પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, ગુરુવારે મુસ્કાને બધા સાથે ડિનર કર્યું અને તે પછી તે બેડરૂમમાં સુઈ ગઈ.

શુક્રવારે સવારે તેણે દરવાજો ન ખોલતાં પરિવારજનોએ રૂમમાં જોયું તો ચોંકી ઉઠ્યા હતા. તે સમયે મુસ્કાનની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મુસ્કાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. ફેશન ડિઝાઈનરે તેના મૃત્યુના એક દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. મુસ્કાન નારંગે વિડિયો શરૂ કરતા કહ્યુ કે, આ તેનો છેલ્લો વીડિયો છે.

વીડિયોની શરૂઆતમાં મુસ્કાને કહ્યું- “તો આજે કદાચ આ મારો છેલ્લો વીડિયો હશે. તે પછી તમે મને જોઈ શકશો નહીં. લોકો કહે છે કે તમારી જિંદગીની સમસ્યાઓ શેર કરો, શેર કરવાથી બધું ઠીક થઈ જાય છે, પરંતુ આવું કંઈ નથી” મુસ્કાને વીડિયોમાં આગળ કહ્યું- ‘મેં ઘણો પ્રયાસ કર્યો. બધાને સમજાવવાની કોશિશ કરી. આજે હું જે પણ કંઇ કરી રહી છું, તે મારી મરજીથી કરી રહી છું. કોઇનું ઇન્વોલ્વમેન્ટ નથી. એટલે મારા ગયા પછી કોઇને બ્લેમ ના કરતા. લોકો કહે છે કે તમારામાં આત્મવિશ્વાસ નથી.

આ કહ્યા પછી મુસ્કાને આખી વાત ફેરવી નાખી અને રમુજી મૂડમાં વિડિયો પૂરો કર્યો. મુસ્કાનના પરિવારમાં ત્રણ બહેનો, એક ભાઈ અને માતા-પિતા છે. મુસ્કાન સૌથી મોટી હતી. મુસ્કાનના પિતા ડિસ્પોઝેબલ ક્રોકરી બિઝનેસમેન છે. પરિવાર મુસ્કાનના મોત બાદ આઘાતમાં છે અને કંઈ બોલવાની હાલતમાં નથી. હાલમાં પરિજનોનું કહેવું છે કે, તેણે પરેશાન થઈને આત્મહત્યા કરી છે. એક દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા મુસ્કાનના વીડિયોને લઈને પોલીસનું કહેવું છે કે તે કોઈને કોઈ રીતે માનસિક રીતે પરેશાન હશે, જેના કારણે તેણે વીડિયો બનાવ્યો હતો અને પછી આત્મહત્યા કરી લીધી.

 

View this post on Instagram

 

A post shared by Muskan Narang (@muskan_narang99)

Shah Jina