મનોરંજન

સાસુ હોય તો આવા: બિગ બોસ 7ની વિજેતા બનેલી ગૌહર ખાનનું તેના સાસુએ આ રીતે કર્યું સ્વાગત, તસવીરો થઇ વાયરલ

બિગ બોસ-7ની વિજેતા ગૌહર ખાન થોડા જ સમયમાં જૈદ દરબાર સાથે લગ્નના બંધનમાં બંધાઈ જવાની છે. થોડા સમય પહેલા જ બંનેએ પોતાની સગાઈની જાહેરાત કરી હતી. હવે ગૌહર ખાનની સાસુ ફરજાના દરબારે પોતાની વહુનું ખુલ્લા મને અને દિલથી સ્વાગત કર્યું છે. ગૌહરે પોતાના સાસુ સાથે એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીર ગૌહરના જન્મ દિવસની છે. જ્યાં તેની સાસુ તેના ગાલ ઉપર કિસ કરતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Farzana (@farzana765)

આ તસ્વીરની અંદર સાસુ અને વહુ ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે. ફરજાનાએ આ ફોટોના કેપશનમાં લખ્યું છે: “અમારા ઘરમાં તમારું સ્વાગત છે. જૈડ દરબાર અને ગૌહર ખાનને શુભકામનાઓ. મારા તરફથી સમર્થન, પ્રેમ અને આશીર્વાદ. હંમેશા તમારા બંનેની સાથે રહેશે. ખુશ રહો.”

 

View this post on Instagram

 

A post shared by GAUAHAR KHAN (@gauaharkhan)

થોડા સમય પહેલા ગૌહર અને જૈદ દ્વારા એક તસ્વીર શેર કરવામાં આવી હતી. જેમાં લખ્યું હતું: “અને હવે આને હા કહી દીધું.” ગૌહર ખાન અને જૈદ 25 ડિસેમ્બરના રોજ લગ્ન કરવાના છે. લગ્નની તૈયારીઓ 22 ડિસેમ્બરથી શરૂ થઇ જશે.

 

View this post on Instagram

 

A post shared by GAUAHAR KHAN (@gauaharkhan)


આ લગ્નની અંદર પરિવાર અને મિત્રોને આમંત્રિત કરવામાં આવ્યા છે. એ પણ કહેવામાં આવ્યું છે કે લગ્ન મુંબઈમાં જ કરવામાં આવશે અને લગ્નને લઈને બંને ઘરોમાં તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. ગૌહરના લગ્નમાં મોટી બહેન નિગાર ખાન પણ ભારત આવી રહી છે. ગૌહરે બોલીવુડની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Zaid Darbar (@zaid_darbar)

આ ઉપરાંત ગૌહર ખાન કેટલાક શોને પણ હોસ્ટ કરતી નજરે આવી છે. તો ઘણા શોની અંદર પ્રતિસ્પર્ધી તરીકે પણ તેને ભાગ લીધો છે. હાલમાં જ તે બિગ બોસમાં નજર આવી હતી. બિગ બોસના ઘરની અંદર તેનું ક્રુશાલ ટંડન સાથે અફેર પણ હતું.