મેંદા વગર જ બનાવો તદ્દન અનોખી રીતે ફરસી પુરી, દિવાળી પહેલા ઘરે બનાવી લો, ખુશ થઇ જશે બધા

દિવાળીને બસ હવે ગણતરીના દિવસો જ રહ્યા છે, ત્યારે ઘરની સાફ સફાઇ બાદ લોકો દીવાળી માટે નાસ્તો ઘરે બનાવતા હોય છે અને તેમાં પણ દરેક ગુજરાતીઓના ઘરે તમને અવનવા નાસ્તાઓ જોવા પણ મળશે. જે વાનગી વિના આપણી દિવાળી અધૂરી માનવામાં આવે છે, તે છે ફરસી પુરી… ફરસી પુરી એક ક્રિસ્પી પુરી હોય છે, જેનો સ્વાદ લાજવાબ હોય છે. ગુજરાતીમાં ફરસીનો અર્થ  થાય છે ક્રિસ્પી, એટલે નામ અનુસાર આ પુરી પણ ક્રિસ્પી જ હોય છે. ક્રિસ્પી હોવાની સાથે જ આ પુરી મોઢામાં નાખતાની સાથે જ ઓગાળી પણ જાય છે. ચાની સાથે આ પુરી ખાવાની ઘણી મજા આવે છે. તો ચાલો નોંધી લો ફરસી પુરી બનાવવાની રેસિપી –

સામગ્રી

  • ઘઉંનો લોટ 1 કપ
  • રવો 1/2 કપ
  • મલાઈ 2 ચમચી
  • મારી પાવડર 2 ચમચી
  • ઝીરું 1 ચમચી
  • મીઠુ 1 ચમચી
  • હળદર પાવડર 1/4 ચમચી
  • ઘી 1 ચમચી
  • તેલ તળવા માટે

રીત

સૌપ્રથમ ઘઉંનો લોટ અને રવાના લોટને મિક્સ કરી લો પછી એમાં મલાઈ એડ કરી મિક્સ કરી લોપછી મરી પાવડર, મીઠુ, હળદર, ઘી, ઝીરું બધું એડ કરી કઠણ લોટ બાંધી લોજેમ પુરીનો લોટ બાંધીએ છીએ એમ જ બાંધી લો લોટ બંધાઈ જાય એટલે એને 15 મિનિટ સુધી રેસ્ટ આપો.પછી નાની-નાની પુરી વણી લો અને તે વધુ ક્રિસ્પી થાયએ માટે તેમાં ચપ્પુથી નાના-નાના કાપા કરી લો.પછી તેલને ગરમ કરવા મુકો તેલ ગરમ થઈ એટલેબધી જ પુરીઓ તળી લો લાલ થાય ત્યાં સુધી તળી લો અને ક્રિસ્પી થઈ જાયએટલે કાઢી લો તૈયાર છે ફરસી પુરી.

Shah Jina