રસોઈ

તહેવારમાં બનાવો ઘઉંના લોટની કુરકુરી અને સ્વાદિષ્ટ ફરસી પુરી આ સરળ રીતથી, નોંધી લો રેસિપીના સ્ટેપ…

આજે અમે તમારા માટે બિસ્કિટ જેવી ક્રિસ્પી અને સોફ્ટ ફરસી પૂરી બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. હવે મેંદાને કહો બાય બાય,અને બનાવો ઘઉંના લોટમાથી ફરસી પૂરી. જે બાળકોની હેલ્થ માટે ખૂબ જ સારી રહે છે. તો ચાલો જોઈએ ઘઉના લોટની ફરસી પૂરી બનાવવામાં જોઈતી સામગ્રી અને પરફેક્ટ રીત.

સામગ્રી:

  • 2 કપ, ઘઉનો લોટ,
  • ચાર ચમચા તેલ (મોણ માટે)
  • 1 ચમચી, આખું જીરું
  • ½ ચમચી અજમો
  • 1 ચમચી, મરી પાઉડર
  • લોટ બાંધવા ½ ગ્લાસ પાણી
  • સ્વાદ મુજબ નમક
  • તળવા માટે તેલ

રીત:

સ્ટેપ-1

સૌ પ્રથમ ઘઉનો લોટ એક મોટા વાસણમાં ચાળીને લઈ લેવાનો છે.

સ્ટેપ-2
હવે લોટમાં નમક, જીરું અને અજમો બે હાથ વડે ચોળીને અધકચરું કરી એડ કરવું, એમાં મરી પાઉડર એડ કરવો અને સરસ રીતે બધી જ સામગ્રી મિક્સ થાય એમ હલાવી લેવું.

સ્ટેપ-3
હવે, ઘઉના લોટમાં વચ્ચે ખાડો પાડી તેલ નવસેકું ગરમ કરી તેલનું મોણ નાખવું અને બે હાથની મદદથી લોટ અને મોણને સરસ રીતે મિક્સ કરો.

સ્ટેપ-4
તમે જોઈ શકો છો કે લોટમાં મોણ મૂઠીભર હશે. ( જો તમારે તેલની જગ્યાએ ઘીનું મોણ નાખવું હોય તો તમે તેલની જગ્યાએ ઘીને એડ કરી શકો છો)

સ્ટેપ-5
હવે લોટ બાંધવા માટે પાણીને ગરમ કરવા મૂકો, પાણી લોટ બંધાય એટલું જ ગરમ કરવું. અને પછી ગરમ પાણી વડે લોટ બાંધવો. આવી રીતે લોટ બાંધવાથી પૂરી એકદમ સોફ્ટ બને છે. લોટ બંધાઈ જાય એટલે બાંધેલ લોટને બે હાથ વડે સરસ ટૂંપવાનો છે. બે મિનિટ સુધી લોટને ટૂંપી ને થોડીવાર રેસ્ટ આપવો. હવે લોટને ઢાંકીને 30 મિનિટ સુધી રેસ્ટ કરવો.

સ્ટેપ-6

આ લોટને પરોઠાના લોટ કરતાં કઠણ અને ભાખરીના લોટ કરતાં સહેજ નરમ બાંધવો. હવે 30 મિનિટ થઈ ગઇ છે. તો લોટમાંથી એક સરખા નાના નાના પૂરી બાનવવવા માટે લૂઆ બનાવી લો.


સ્ટેપ-7

ત્યારબાદ પાટલી વેલણની મદદથી નાની નાની અને એકસરખી ગોળ બધી પૂરી વણી લો.

સ્ટેપ-8

વણેલી ફરસી પૂરી ઉપર કાંટા ચપ્પાની મદદથી નાના નાના હૉલ પાડી લો. આમ કરવાથી પૂરી અંદરથી સરખી તળાઈ જશે અને પૂરી ફૂલાશે પણ નહી.
સ્ટેપ-9
હવે એક પ્લેટમાં લઈને 5 મિનિટ માટે સુકાવા મૂકી દો.

સ્ટેપ-10
હવે ગેસ પર હેવી બોટમ કડાઈ મૂકી એમાં તળવા માટે તેલ મૂકી તેલ ગરમ થાય એટલે બધી જ પૂરીને એકદમ મીડિયમ આંચે તળી લો.

સ્ટેપ-11
બધી જ પૂરી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી વચ્ચે વચ્ચે ફેરવતા જઈ તલવાની છે. તળાઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લો અને આમ જ બધી વણેલી ફરસી પૂરી તળી લો.

હવે ઘઉના લોટની ફરસી પૂરી એકદમ તૈયાર છે. ફરસી પૂરી એકદમ ઠંડી થાય એટલે એરટાઈટ ડબ્બામાં ભરી એક મહિના સુધી સ્ટોર કરી શકો છો.

આ પૂરી સવારે અથવા સાંજે ચા કોફી સાથે નાસ્તામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો..નાના મોટા સૌને મજા આવી જશે ફરસી પૂરી ચા સાથે કે કોફી સાથે નાસ્તામાં ખાવાથી.

આશા છે કે આપ સૌને મારી આ રેસીપી પસંદ આવી શે. જો ગમે તો શેર કરો લાઈક કરો અને મારી યુ ટ્યુબ ચેનલ “ફૂડ શિવા “ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો.

ફસરી પુરી બનાવવાના દરેક સ્ટેપનો જુઓ વિડીયો…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks