લોકડાઉનમાં ઘરે ટ્રાય કરો ઘઉંના લોટની ફરસી ક્રિસ્પી પુરી, નોંધી લો ફટાફટ રેસિપી

0

હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનને કારણે બધા લોકો ઘરમાં હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે, ઘરમાં હોય એટલે કંઈક નવી વાનગી બનાવતા રહેતા હોય છે. ત્યારે આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ ફરસી ક્રિસ્પી પુરીની રેસિપી.

સામગ્રી:

  • ઘઉંનો લોટ :2 કપ
  • રવો: 1 કપ
  • મરી પાવડર: 1/2 ટી.સ્પૂન
  • ચીલી ફ્લેક્સ: 1/2 ટી.સ્પૂન
  • અજમો: 1/2 ટી.સ્પૂન
  • કસૂરી મેથી: 1 ટી.સ્પૂન
  • મીઠુ: 1 ટી.સ્પૂન
  • મેંદો 2/3 ટી.સ્પૂન
  • તેલ 2/3 ટી.સ્પૂન
  • ઘી: 2 થી 4 ટી.સ્પૂન
  • તેલ: તળવા માટે

રીત:
સૌપ્રથમ એક બાઉલ માં ઘઉંનો લોટ લઇ લો.
આ બાદ તેમાં મરી પાવડર , ચીલી ફ્લેક્સ અને મીઠું મિક્સકરો.
આ બાદ રવો મિક્સ કરી ઘી મિક્સ કરો
આ પછી કઠણ લોટ બાંધી લો.
લોટ બંધાય જાય તેલ એડ કરો એક વાર મસળી લો. આ બાદ 10 મિનિટ રેસ્ટ આપો.
આ બાદ એક વાડકીમાં મેંદો લઇ તેલ મિક્સ કરી એક સ્લરી બનાવી લો.
પછી રોટલીની જેમ વણી લો પછી એમાં જે રલરી બનાવી છે તે લાગવી દો.
ફરી એક રોટલી બનાવી એના પર પાથરી લો એવી રીતે 7 લેયર તૈયાર કરી લો.
ગોળ ગોળ રાઉન્ડ કરી તૈયાર કરી પછી એને ગોળ ગોળ ગુલ્લાં કટ કરી લો.
આ બાદ  એને પુરીની સાઈઝ માં વણી લો.
આ પૂરીને ગરમ તેલમાં તળી લો. થોડી લાલાશ પડે એટલે કાઢી લો.
તૈયાર છે ક્રિસ્પી ફરસી પુરી.

આ લોકડાઉનમાં જરૂરથી ટ્રાય કરજો.

ક્રિસ્પી ફરસી પુરીબનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.