આપણા દેશને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે. અને આ લોકડાઉનમાં આપણને એ વાત ખુબ જ સારી રીતે સમજાઈ ગઈ છે. આપણા દેશના ખેડૂતો ખેતીમાં વિવિધ પાક કરી અને આવક મેળવતા હોય છે, પરંતુ ક્યારેક પાકના યોગ્ય ભાવ નથી માલ્ટા તો ક્યારેક રોગચાળો કે કુદરતી આફતના કારણે ખેડૂતને મહેનતનું પરિણામ નથી મળી રહ્યું, પર્નાતું આજે અમે તમને એક એવા ખેડૂત વિષે જણાવવાંના છીએ જેને પોતાના ખેતરમાં ચંદનની ખેતી કરી અને હવે તેની આવક હજારોમાં કે લાખોમાં નહિ પરંતુ કરોડોમાં થવા જઈ રહી છે.

સુરત જિલ્લાના કામરેજ તાલિકાના મોરથાણા ગામના એક ખુડૂત નરેન્દ્રભાઈ છોટુભાઈ પટેલે પોતાની આગવી સૂઝથ પોતાના ખેતરમાં ચંદનની ખેતી કરવાનું નક્કી કર્યું, અને આ ખેતી કરીને તેમને લોકોને સાહસિક્તાનું એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું, આપણે સૌ જાણીએ છીએ કે ચંદન કેટલું કિંમતી અને પવિત્ર છે, તેના સોયા જેટલા લાકડાની કિંમત પણ ઘણી બધી હોય છે ત્યારે નરેન્દ્રભાઈએ આ ખેતી હાથ ધરી અને તેમને લગભગ 12 કરોડ જેવી કમાણી થવાની આશંકા છે.

નરેન્દ્રભાઈએ જણાવ્યું કે તેમેને 16 વીઘા જમીનની અંદર 12X16 ફૂટના 2151 સફેદ ચંદનના રોપાનું વાવેતર કર્યું, અને સાથે આંતર પાક તરીકે ચંદનના છોડવાની વચ્ચેના ભાગમાં 1100 આંબાનું પણ વાવેતર કર્યું છે. એક વર્ષ સુધી તેમને આ ખેતીનું નિરીક્ષણ કર્યું અને સારો ગ્રોથ જણાતા તેમની વધારાની ચાર વીઘા જમીનમાં 350 ચંદન અને 700 આંબાનું પણ વાવેતર કર્યું.
ત્યારબાદના થોડા સમય પછી નરેન્દ્રભાઈએ બીજા 1100 જેટલા લાલ ચંદનના વૃક્ષોનું પણ વાવેતર પણ કર્યું, વૃક્ષોને યોગ્ય પ્રમાણમાં પાણી મળી રહે અને પાણીનો પણ બગાડ ના થાય એ માટે તેમને ડ્રિપ ઇરીગેશન પદ્ધતિ દ્વારા પિયત પણ કરવાની વ્યવસ્થા કરી.

ચંદનના છોડબી કાળજી અને નોંધણી અંગે નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે: “ચંદનના છોડની રોપણી બાદ માલિકીના સર્વે નંબરમાં ચંદનના વૃશોની નોંધણી કરાવવી આવશ્યક છે, તથા કાપણી સમયે પણ જંગલખાતાના સક્ષમ અધિકારીઓની મંજૂરી બાદ ખેડૂત પોતાની રીતે તેનું વેચાણ કરી શકે છે. ચંદનની ખેતી પહેલા છોડવાને અનુકૂળ જમીન છે કે નહિ તેની ચકાસણી કરાવવી જોઈએ, નરેન્દ્રભાઈએ પહેલા ચારેક વર્ષ પહેલા બે સફેદ ચંદનના છોડવા લાવીને વાવેતર કર્યું હતું. જેમાં સારો ગ્રોથ દેખાતા મોટા પ્રમાણમાં વાવણી કરવાનું આયોજન કર્યું, પ્રથમ ચોમાસા દરમિયાન છોડની ફરતે પાણી ના ભરાય તેની પણ ખાસ કાળજી રાખવાની જરૂર છે. પ્રથમ ચોમાસા બાદ જ તેમના 70 જેટલા છોડ બાલી ગયા હતા, જેમાં નવેસરથી વાવેતર કરવું પડ્યું હતું, આ ઉપરાંત તેમાં વર્મી કમ્પોસ્ટ આપીને ઓર્ગેનિક દવાનો છઁટ્કાવ કરીને પણ કાળજી લીધી હતી.

આ ઉપરાંત નરેન્દ્રભાઈએ વાડીની ફરતે દીવાલમ સીસીટીવી કેમેરા તથા ડોગ સ્ક્વોડ રાખી છે જેના કારણે ચંદનના વૃક્ષોની કોઈ ચોરી ના કરી શકે. હાલમાં નરેન્દ્રભાઈની વાડીમાં ચંદનના વૃક્ષો આઠ ફૂટથી વધુની ઊંચાઈ ધરાવે છે. ચંદનના વૃક્ષોને તૈયર થવામાં 15- થી 20 વર્ષ જેટલો સમય લાગી શકે છે. અને તેમાં ખાસ કાળજી રાખવાની પણ જરૂર પડે છે.

ચંદનના ભાવ અંગે જણાવતા તેમને કહ્યું હતું કે ચંદનના લાકડાની એક કલો દીઠ કિંમત 3 હજાર રૂપિયા છે, અને ચંદનનું એક વૃક્ષ 50 હજારનું આસપાસ થઇ શકે છે. એ રીતે જો નરેન્દ્રભાઈની આવક જોવા જઈએ તો તે લગભગ 12 કરોડની આવક મેળવી શકે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.