કૌશલ બારડ લેખકની કલમે

આ રીતે ખેડૂતો મેળવી શકશે ૧૫ લાખ રૂપિયાની આર્થિક સહાય! જાણો આખી પ્રોસેસ

ભારત સરકારે ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય રાખેલું છે. કૃષિક્ષેત્રે અગ્રણી થવા માટે થઈ ખેડૂતો માટે સરકારે અમુક ઉપયોગી યોજનાઓ પણ બહાર પાડેલી છે. અહીં એ જાણીશું છે કઈ રીતે ખેડૂતોનો એક સમુહ ૧૫ લાખ રૂપિયાની આર્થિક સહાય મેળવી શકે:

Image Source

કંપનીને મળતો બધો લાભ ખેડૂત સંગઠનને મળશે:
અહીં જે સહાય આપવાની વાત છે, તે ખેડૂત ઉત્પાદક સંગઠન(Farmer Producer Organisation) માટે છે. સરકારે ૧૦,૦૦૦ ખેડૂત ઉત્પાદક સંગઠન બનાવવા માટેની મંજૂરી આપી દીધી છે, જેના માટે આગામી પાંચ વર્ષમાં સરકાર ૪,૪૯૬ કરોડનો ખર્ચ કરવા તૈયાર છે. ‘ખેડૂત ઉત્પાદક સંગઠન’નું રજીસ્ટ્રેશન એક કંપની તરીકે જ કરવામાં આવશે અને કંપનીને મળતા તમામ લાભો તેને મળી શકશે. હા, સહકારી એકમ કરતા આ સંગઠન અલગ હશે. કેમ કે, તે ‘કંપની એક્ટ’ની અંદર આવશે, ‘કો-ઓપરેટિવ એક્ટ’માં નહી.

Image Source

FPO એટલે શું?:
અહીં એ જાણી લેવું દરેક ખેડૂત માટે અગત્યનું રહેશે કે, ખેડૂત ઉત્પાદક સંગઠન(FPO) એટલે શું? તેની સરળ ભાષામાં સમજૂતી આ રહી : FPO એટલે ખેડૂતોનો એક સમુહ, જે ખેતી ઉત્પાદનો સાથે વ્યવસાયિક રીતે જોડાયેલો હોય. ખેડૂતો આ સંગઠન બનાવી શકે છે. તેને એક કંપની તરીકે માન્યતા મળે છે. સરકારના અનેક એકમો આ વધારે સંગઠન કાર્યરત થાય એ દિશામાં કામ કરી રહ્યા છે. હાલ બે સરકારી સંસ્થાનો આ કામ સંભાળે છે : (1) લઘુ ખેડૂત કૃષિ વ્યાપાર સંઘ (2) રાષ્ટ્રીય કૃષિ તથા ગ્રામીણ વિકાસ બેન્ક.

Image Source

ફાયદો શું થશે?:
એફપીઓથી વધારે ફાયદો નાના ખેડૂતોને થશે. અટલ બિહારી વાજપેયીના સમય દરમિયાન આ સંગઠનો કાર્યરત કરવાની નેમ નાખવામાં આવી હતી ત્યારે તેનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને વચેટિયા પ્રથામાંથી મુક્તિ અપાવવાનો અને ઉત્પાદનોના પોષણક્ષમ બજારમાવ મળી રહે તેવો હતો.

ખેતરમાં તૈયાર થતો માલ વેંચવા ખેડૂત બજારમાં જાય ત્યારે વચેટિયાઓ તેમનો અમુક હિસ્સો ખાઈ જાય છે. પણ જો, ખેડૂત એફપીઓ સાથે જોડાયેલો હશે તો વચેટિયા પ્રથાની ગેરહાજરીને લીધે સીધો જ મુખ્ય ભાવ ખેડૂતોને મળી જશે. આ ઉપરાંત બિયારણ, ખાતર કે ખેતીનાં ઓજારો ખરીદવા હોય તો એ પણ વ્યાજબી ભાવે ઉપલબ્ધ થશે. કેન્દ્ર સરકાર ૨૦૨૪ સુધીમાં ૧૦,૦૦૦ આવા ઉત્પાદક સંગઠનો બનાવવાની નેમ લઈને બેઠી છે.

Image Source

આ શરતોનું પાલન કર્યા બાદ મળશે પૈસા:
ખેડૂત ઉત્પાદક સંગઠન રચ્યા બાદ આર્થિક સહાય માટે અહીં જણાવેલા માપદંડમાં ખરું ઉતરવું જરૂરી છે : (1) જો એફપીઓ મેદાનીક્ષેત્રમાં હોય તો સંગઠનમાં ૩૦૦ સભ્યો ઓછામાં ઓછા જોડાયેલા હોવા જઈએ – આ પૂર્વે સંખ્યા ૧૦૦૦ની હતી. એને મતલબ એમ થયો કે, ૧ બોર્ડ મેમ્બરની નીચે મિનિમમ ૩૦ સામાન્ય સભ્યો હોય. જો પહાડીક્ષેત્ર હોય તો સંખ્યા ૩૦૦ને બદલે ૧૦૦ની છે. (2) કંપની ખેડૂતોના પાકને કેવું માર્કેટ પૂરું પાડે છે એ પણ જોવામાં આવશે. (3) કંપનીનો વહીવટ કેવો છે, જમીની સ્તર પર તેનું કામ કેવું છે એ ધ્યાન પર લેવાશે. (4) ‘નાબાર્ડ કન્સલ્ટન્સી સર્વિસીસ’ સંગઠનનું કામ જોઈને રેટિંગ આપે છે, જો રેટિંગ સારું હશે તો ગ્રાન્ટ મળશે.

આશા છે, કે ઉપયોગી જાણકારી સાથેનો આ આર્ટિકલ તમને પસંદ આવ્યો હશે. લીંક આપના મિત્રો સાથે પણ શેર કરજો, ધન્યવાદ!
Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.