ખબર

કોરોના કાળમાં ખેડૂતોને કેરી ઉપર આશા હતી, પરંતુ આ તાઉ-તેએ બધી જ આશા ઉપર ફેરવ્યું પાણી, જુઓ વીડિયોમાં

તાઉ-તે વાવાઝોડાએ ગુજરાતની અંદર  તબાહી મચાવી દીધી છે. ગઈકાલથી જ વાવાઝોડાની શરૂઆત થઇ હતી અને અત્યાર સુધી તો ઘણા ગામોની હાલત ખરાબ થઇ ગઈ છે. સમગ્ર રાજ્યમાં ભારે પવન અને વરસાદ જોવા મળી રહ્યો છે.

તાઉ-તે વાવાઝોડાની ગંભીર અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. જ્યાં ખેડૂતોને કેરીની સીઝનની અંદર ઘણી જ મોટી ખોટ સહન કરવામાં આવી છે.. વાવાઝોડાના કારણે આંબા ઉપર રહેલી કેરીઓ ખરી જવાના કારણે તલાલાના ખેડૂતોને અંદાજે 25 કરોડ જેટલું નુકશાન થયું છે.

વધુમાં મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્રમાં આંબાના કુલ 16,00,000 ઝાડ છે જેમાં 8 લાખ મેટ્રીક ટન કેસર કેરીનું ઉત્પાદન થાય છે. જોકે, હાલ માત્ર 35 ટકા પાક જ લેવાઇ ગયો છે. બાકીનો 65 ટકા પાક હજુ આંબા પર છે. પરંતુ વાવાઝોડાના કારણે આંબા ઉપર રહેલી કેરીઓ પણ ખરીને નીચે પડી ગઈ છે.

તો અંગેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં આંબાવાડિયામાં વાવાઝોડાના કારણે થયેલું નુકશાન દેખાઈ રહ્યું છે. જેમાં ખેડૂત બોલતા પણ દેખાય છે કે 90% પાકને નુકશાન થઇ ગયું છે.

હાલ આ વાવાઝોડાના કારણે સૌથી દયનિય હાલત ખેડૂતોની થઇ રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોનો કેરી ઉનાળામાં મુખ્ય વ્યવસાય બની રહે છે. અને આવા સમયે વાવાઝોડાના ત્રાટકવાથી તેમને મોટી નુકશાની સહન કરવી પડી રહી છે. જુઓ વીડિયોમાં

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)