ખેતરમાંથી મગફળી કાઢવા માટે આ ખેડૂતે અપનાવ્યો એવો જુગાડ કે વીડિયો થઇ ગયો વાયરલ, ખરેખર ધન્ય છે આ ખેડૂતના દિમાગને

સોશિયલ મીડિયા ઉપર આમ તો રોજ બરોજ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણા વીડિયોની અંદર ભારતીયો દ્વારા એવા એવા જુગાડ કરવામાં આવતા હોય છે કે તેમના આ જુગાડને જોઈને ઇજનેરો પણ ચક્કર ખાઈ જાય.

હાલ સોશિયલ મીડિયાની અંદર એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ખેડૂત પોતાના ખતરની અંદર મગફળી કાઢવા માટે એક અનોખો જુગાડ અપનાવ્યો છે, જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને બિઝનેસમેન હર્ષ ગોયંકાએ પણ શેર કર્યો છે. અને તે પણ આ જુગાડના દીવાના બની ગયા છે.

વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક ખેડૂત ખેતરમાં નજર આવી રહ્યો છે. અને તેની પાસે ઘણા બધા મગફળીના છોડ પડેલા છે. જેની પાસે એક બાઈક ઉભી છે. ખેડૂતે બાઇકને સ્ટેન્ડ ઉપર રાખીને ચાલુ કરી અને ટાયર ચાલવા લાગ્યું અને તેના દ્વારા મગફળીને અલગ કરવા લાગ્યા. આ જુગાડ જોઈને હર્ષ ગોયંકા પણ તેના ફેન બની ગયા.

હર્ષ ગોયંકા દ્વારા આ વીડિયોને વર્ષ 20018માં શેર કરવામાં આવ્યો હતો. સાથે જ કેપશનમાં લખ્યું હતું કે, “ભારતીય ખેડૂતો દ્વારા મગફળીની ખેતી. બજાજ અને હોન્ડાના શેરની કિંમતો માટે મોટી ખુશખબરી.”

આ વીડયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને ખેડૂતના આ જુગાડની લોકો પ્રસંશા પણ કરી રહ્યા છે. તમે પણ જુઓ આ વાયરલ વીડિયો..

Niraj Patel