ખબર

આ કહેવાય ખેડૂત… જેમને તેમની ઉપર લાકડીઓ વરસાવી, તેમને પણ પ્રેમથી વહેંચ્યો પ્રસાદ

આપણા દેશની અંદર ખેડૂતને અન્નદાતા કહેવામાં આવે છે, તે જગતના તાત છે. પરંતુ આજે ખેડૂતની સ્થિતિ ખુબ જ દયનિય છે. તેનું ઉદાહરણ ટીકરી બોર્ડર ઉપર જોવા મળી રહ્યું છે, જ્યાં ખેડૂતો છેલ્લા કેટલાય દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અને દિલ્હી અને હરિયાણાને જોડતી ટીકરી બોર્ડર તેમને સીલ કરી દીધી છે. પરંતુ આ બધા વચ્ચે કેટલાક એવા દૃશ્યો પણ જોવા મળે છે, જે જોઈને ખેડૂતો પ્રત્યેનો પ્રેમ  અને લાગણી વધી જાય.

Image Source

શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવજીની 551મી જન્મજ્યંતિનો ઉત્સવ મનાવવામાં આવ્યો. આ પર્વ શીખો માટે ખુબ જ ખાસ હોય છે. ટીકરી બોર્ડર ઉપર આંદોલન કરવા માટે બેઠલા ખેડૂતોએ ગુરુપર્વ ધરણાસ્થળ ઉપર જ મનાવ્યો. સાથે જ તેમને અર્ધ સૈનિક બળના જવાનો અને પોલીસ કર્મીઓને પ્રસાદ પણ વહેંચ્યો.

ન્યુઝ એજન્સી એએનઆઈ દ્બારા તેની તસવીરો પણ શેર કરવામાં આવી છે. આ તસ્વીરમાં જોવા મળી રહ્યું છે કે જે પોલીસ કર્મીઓ અને અર્ધ સૈનિક બળના જવાનોએ તેમના ઉપર લાઠીનો વરસાદ કર્યો તો તેમને પણ તે ખુબ જ પ્રેમ ભાવથી પ્રસાદ વહેંચી રહ્યા છે. આ ખેડૂતોની ઉદારતા અને પ્રેમનું પ્રતીક છે.

આ  ઉપરાંત પણ ઘણી એવી તસવીરો પણ સામે આવે છે જેને જોઈને આપણું દિલ ખેડૂતો માટે ભરાઈ આવે. ગાજીપુરમાંથી પણ એક વિડીયો સામે આવ્યો હતો જેની અંદર ખેડૂતોને બિરિયાની ખવડાવવામાં આવી હતી. લોકો પણ હવે ખેડૂતો માટે આગળ આવી રહ્યા છે.