ગાય વધારે દૂધ આપે તેના કારણે આ ખેડૂતે વાપર્યો હાઈટેક જુગાડ, વીડિયો જોઈને તમે પણ માની જશો કે “શું આઈડિયા છે બોસ…”

ખેડૂત ખેતી સાથે પશુપાલન પણ કરતા હોય છે અને તેઓ ગાય, ભેંસ અને બકરી જેવા દુધાળા પ્રાણીઓ પણ રાખતા હોય છે, જેનું દૂધ વેચી અને તે જીવન નિર્વાહ કરી શકે. દરેક ખેડૂતની ઈચ્છા હોય છે કે તેમનું દૂધાળું પ્રાણી વધુ માત્રામાં દૂધ આપે અને તેના માટે તેઓ પ્રાણીઓને સારો ઘાસચારો અને પોષક તત્વો યુક્ત ખોરાક પણ આપતા હોય છે. પરંતુ આ દરમિયાન એક ખેડૂતે એવો જુગાડ વાપર્યો છે જેના દ્વારા તેમની ગાયો વધારે દૂધ આપી રહી છે.

આ  મામલો સામે આવ્યો છે તુર્કીમાંથી. જ્યાં ખેડૂતે પોતાની ગાયોને વર્ચ્યુઅલ રિયાલિટી ગોગલ્સ પહેરાવી દીધા છે. આ ચશ્માની મદદથી તે ગાયોને અનુભવ કરાવે છે કે ગરમીના મોસમમાં પણ તે ખુલ્લા મેદાનમાં ચરવા માટે ગઈ છે. જેનાથી ગાય ઉપર સકારાત્મક પ્રભાવ પડે છે. ખેડૂતે જણાવ્યું કે ગાય ખુલ્લા મેદાનોમાં ચરવાના વર્ચ્યુઅલ અનુભવથી ખુશ થઈને વધારે દૂધ આપવા લાગી છે.

ઇઝ્ઝત કોકાક તુર્કીના અકસારાય શહેરનો રહેવાસી છે. ઉનાળામાં તેની ગાયો ખુલ્લા આકાશ નીચે ખેતરોમાં ચરતી હોય તેવું અનુભવવા માટે તેણે તેની આંખો પર વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર) ગોગલ્સ લગાવ્યા. આનાથી ગાયોને લાગ્યું કે તેઓ મુક્તપણે ફરે છે અને સૂર્યના ગરમ પ્રકાશમાં લીલા ગોચર વિસ્તારમાં ચરી રહી છે.

ખેડૂતનું કહેવું છે કે તેને એક રિસર્ચથી ખબર પડી કે લીલોતરી અને બહારનો અવાજ ગાયોને ખુશ કરે છે અને તે વધુ દૂધ પણ આપે છે. ત્યારે જ તેને વર્ચ્યુઅલ રિયાલિટી ગોગલ્સનો વિચાર આવ્યો. આ ફેરફારની ગાયો પર સકારાત્મક અસર થઈ અને તેઓએ દૂધ ઉત્પાદન 22 લિટરથી વધારીને 27 લિટર પ્રતિ દિવસ કર્યું.

કોકકના મતે વર્ચ્યુઅલ રિયાલિટી ચશ્મા મનુષ્યો માટે છે. પરંતુ જેથી ગાયો આ વીઆર ચશ્મા પહેરી શકે, ક્રાસ્નોગોર્સ્ક ફાર્મના પશુચિકિત્સકો, સલાહકારો અને વિકાસકર્તાઓએ તેમને ખાસ ડિઝાઇન કર્યા છે. વિકાસકર્તાઓએ માત્ર ગાયના માથામાં વીઆરને અનુકૂલિત કર્યું નથી, પણ વીઆર હેડસેટના સોફ્ટવેરમાં કલર પેલેટ પણ બદલ્યું છે. કારણ કે ગાયને લાલ કે લીલી દેખાતી નથી.

Niraj Patel