દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

રીક્ષા ચાલકે આ એક બનાવીને ઉભો કરો દીધો આંતરરાષ્ટ્રીય કારોબાર! આજે બન્યા કરોડપતિ- વાંચો સ્ટોરી

હરિયાણાના યમુનાનગર જિલ્લાના દામલા ગામના રહેવાસી ધર્મબીર કમ્બોજે ભલે સ્કૂલમાં ઘણીવાર નાપાસ થઈને જેમ-તેમ કરીને દસમું ધોરણ પાસ કર્યું હોય, પણ હવે તેમના બનાવેલા મશીનની માંગ ભારતમાં જ નહિ, પણ આફ્રિકા, કેન્યા અને જાપાન જેવા દેશોમાં પણ છે.

Image Source

ઘરની આર્થિક તંગી અને મોટા પરિવારની જવાબદારીને કારણે ધર્મબીર ક્યારેય એ વિચારી ન શક્યા કે તેઓ જીવનમાં કશું નથી કરી શકતા, પણ શાળામાં પણ અભ્યાસ કરતા-કરતા તેઓ હંમેશા પૈસા કમાવવાનો કોઈને કોઈ જુગાડ કરી જ લેતા હતા.

ધર્મબીરે પોતાના જીવનમાં લોટ દળવાનું કામ કર્યું, સરસવનું તેલ વેચવાનું કામ કર્યું અને આમ કરતા કરતા જ ઘર ચલાવવાનો સંઘર્ષ જ તેમને દિલ્હી લઇ ગયો. જયારે તેઓ દિલ્હી ગયા ત્યારે તેમની દીકરી માત્ર 3 જ દિવસની હતી. જયારે તેઓ દિલ્હી માટે નીકળ્યા ત્યારે તેમની પાસે માત્ર 70 રૂપિયા હતા, જેમાંથી 35 તો દિલ્હી સુધી ભાડાના જ ખર્ચ થઇ ગયા હતા. આર્થિક તંગીને કારણે તેઓએ દિલ્હીના રેલવે સ્ટેશન પર ઉતરીને જ કામ શોધવાનું શરુ કરી દીધું.

Image Source

ત્યાં કોઈએ તેમને રીક્ષા ભાડે લઈને ચલાવવાની સલાહ આપી તો તેઓએ એ જગ્યાએ જઈને રીક્ષા ભાડે લઈને ચલાવાવની શરુ કરી. અહીં ધર્મબીર કેટલાય દિવસો સુધી ભૂખ્યા રહ્યા અને વધુ કમાણી માટે ઘણી રાતો પણ કામ કરીને ઊંઘ્યાં વિના જ પસાર કરી. તેમને જયારે રાતમાં કામ ન મળતું તો તેઓ 3 રૂપિયાની રજાઈ ભાડે લઈને ફૂટપાથ પર જ સુઈ જતા.

Image Source

તેઓ કહે છે, ‘હું એમ કહીશ કે મને જીવવાનું દિલ્હીએ શીખવ્યું છે. દિલ્હીના જુદા-જુદા, નવા-જુના વિસ્તારોમાં મેં નાની-મોટી વસ્તુઓ બનતા જોઈ. અહીં ખબર પડી કે તમે કેરી, લીંબુથી વધુ તેના પ્રોસેસિંગથી બનેલી પ્રોડક્ટથી વધુ કમાઓ છો. બસ એમ લાગ્યું કે આ વિસ્તારોએ મને પણ પોતાનો બિઝનેસનું સપનું દેખાડ્યું.’

એક દિવસ કામ કરતા સમયે તેમનો અકસ્માત થયો અને એ પછી તેમને ગામડે પરત જવાનો નિર્ણય કર્યો. વિચાર્યું કે જો તેમને કશું થઇ જાય તો કદાચ તેમને પરિજનોને એ વાત ખબર પણ નહિ પડે. એટલે ગામ આવીને તેમને ખેતી શરુ કરી દીધી. પણ અનાજની પારંપરિક ખેતીને બદલે તેમને શાકભાજી ઉગાડી.

Image Source

આ વિશે વાત કરતા તેઓ કહે છે, ‘શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ થઇ, પણ પછી ખેતીમાં નફો થવા લાગ્યો. એક સમય એવો પણ આવ્યો કે જયારે 70 હજાર પ્રતિ એકર ટામેટા વેચ્યા. આ પછી મશરૂમ અને સ્ટ્રોબેરીની ખેતી પણ કરી. ખેતીમાં જે નફો થયો એનાથી પહેલાના કેટલાક દેવા ચૂકવી દીધા. બધું જ ધ્યાન ખેતી પર લગાવ્યું કારણ કે મને લાગતું હતું કે આનાથી જ મને મારી રાહ મળશે.’

એકવાર તેમને પુષ્કર જવાની તક મળી જ્યાં તેમને જોયું કે સેલ્ફ-હેલ્પ ગ્રુપ સાથે જોડાયેલી મહિલાઓ ગુલાબજળ બનાવી રહી છે, આમળાના લાડુ પણ બનતા જોયા. આ જોઈને તેમને સમજાયું કે કોઈ પણ ફળ, શાકભાજીની ખેતીમાં ફાયદો ત્યારે છે જયારે ખેડૂત પોતાની ઉપજને સીધું બજારમાં વેચવાને બદલે પ્રોસેસ કરીને પોતાની પ્રોડક્ટ બનાવીને વેચે.

Image Source

તેમને રાજસ્થાનથી આવીને ગુલાબજળ બનાવવા માટે સબસીડી મળી, ત્યારે જ તેમને મનમાં પોતાનું મશીન બનાવવાનો વિચાર આવ્યો. તેમને કહ્યું ‘હું બાળપણમાં અભ્યાસમાં સારો ન હતો પણ મને હંમેશા જુગાડ કરીને નાના-મોટા મશીન બનાવવાનો શોખ રહ્યો. ગામમાં ઘણીવાર હીટર બનાવીને વેચ્યા અને જોયા વિના જ કોઈ પણ મશીનનું ચિત્ર માટી પર બનાવી શકતો હતો. એ દિવસ પહેલા મારા મનમાં ક્યારેય એવો વિચાર આવ્યો ન હતો કે હું મારું મશીન બનાવું કે કોઈ ઇનોવેશન કરું.’

તેમને ગુલાબજળ બનાવવા માટે એક-બે દિવસ લગાવીને એક મશીનનો સ્કેચ તૈયાર કર્યો અને પછી મિકેનિક પાસે આ મશીન બનાવડાવવા પહોંચ્યા. આ માટે મિકેનિકે 35 હજાર માંગ્યા પણ જેમતેમ કરીને 20 હજારનો જુગાડ કરીને મશીનનું કામ શરુ કરાવ્યું. આ મશીનને બનતા 8-9 મહિનાનો સમય લાગ્યો. તેમને પોતાના મશીનને ‘મલ્ટી-પ્રોસેસિંગ મશીન’ નામ આપ્યું. આવું નામ એટલા માટે આપ્યું કેમ કે આ મશીનમાં માત્ર ગુલાબજળ જ નહીં પણ એલોવેરા, આમળાં, તુલસી. કેરી, જામફળ વગેરે પણ પ્રોસેસ કરી શકાય છે. આ એક જ મશીનમાં કોઈ પણ વસ્તુનું તેલ, જ્યુસ, જેલ, શેમ્પૂ, આર્ક વગેરે બનાવી શકાય છે.

Image Source

દરમબિર અનુસાર, આ મશીનમાં એક કલાકમાં 200 લીટર એલોવેરા પ્રોસેસ કરી શકાય છે. આ મશીનની ખાસિયત એ છે કે આ મશીનને સરળતાથી કશે પણ લઇ જઈ શકાય છે. અને સિંગલ ફેજ મોટર પર ચલે છે તથા તેની ગતિ નિયંત્રિત પણ કરી શકાય છે. આ મશીનને ધર્મબીરે પોતાના ખેતરમાં રાખ્યું અને પોતાના ખેતરમાં ઉગતા એલોવેરા અને બીજા શાકભાજીને પ્રોસેસ કરીને તેમનું જેલ, જ્યુસ, કેન્ડી જેવા પ્રોડક્ટ્સ બનાવીને વેચવાનું શરુ કર્યું. આ વિશે છાપામાં એક નાની ખબર છપાઈ જેને લીધે આ ગુજરાતના હની બી નેટવર્ક અને જ્ઞાન ફાઉન્ડેશનને આ કામ વિશે ખબર પડી.

જ્ઞાન ફાઉન્ડેશનના કેટલાક લોકોએ તેમનું કામ જોયું અને તેમને જ તેમના પ્રોડક્ટ માટે FSSAI સર્ટિફિકેટ એપ્લાય કરવા કહ્યું. મશીન માટે સેલ ટેક્સ નંબર પણ લીધો અને તેમની જ મદદથી ધર્મબીરને પોતાની મશીન પર પેટેન્ટ પણ મળી. વર્ષ 2009 માં ધર્મબીરને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશને સન્માનિત કર્યા. પછી જયારે આ વાત અખબારોમાં છપાઈ તો તેમને આખા દેશમાંથી મશીન માટે ઓર્ડર્સ આવવા લાગ્યા.

Image Source

આ પછી તેમને પોતાના મશીનને થોડું મોડીફાઇ કર્યું અને જુદા-જુદા સાઈઝના મોડલ્સ તૈયાર કર્યા. મશીન વેચવા સિવાય ધર્મબીર ખેડૂતો અને મહિલાઓના સેલ્ફ-હેલ્પ ગ્રુપને આ મશીન દ્વારા અલગ-અલગ પ્રોડકટ્સ બનાવવાની ટ્રેનિંગ પણ આપે છે. તેમણે ઘણા રાજ્યોના ખેડુતો અને મહિલાઓને નાના પાયે ખેતીથી પોતાનો વ્યવસાય શરૂ કરવામાં મદદ કરી છે. તેમને 2012માં તેના તમામ કાર્યો માટે ખેડૂત વૈજ્ઞાનિક એવોર્ડ પણ મળ્યો હતો.

આજે તેમનું મશીન જાપાન, દક્ષિણ આફ્રિકા, કેન્યા, નેપાળ અને નાઇજિરીયા જેવા દેશોમાં પણ પહોંચી ગયું છે. તેમના ઉત્પાદનો, તેમના પુત્ર, પ્રિન્સ બ્રાન્ડના નામથી દેશભરના બજારોમાં પણ જઈ રહ્યા છે. આ કામથી તેમના ગામોની મહિલાઓને રોજગાર પણ મળી રહ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.