1.5 કરોડના આલીશાન ઘરને બચાવવા માટે આ ખેડૂતે અપનાવી એવી અનોખી તરકીબ કે વીડિયો જોઇ તમે પણ વિશ્વાસ નહિ કરી શકો

પંજાબમાં ખેડૂતે દોઢ કરોડની કિંમતનું 2 માળનો બંગલો 500 ફૂટ સુધી ખસેડ્યું, વીડિયો જોઈને કહેશો ગજબ કરી દીધું

તમે ઘણીવાર સોશિયલ મીડિયા પર દેશી જુગાડના વીડિયો જોયા હશે. જે જોઇને આપણને આપણી આંખો પર પણ વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ જતો હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો ચર્ચામાં છે, જે પંજાબના સંગરુર જિલ્લાનો છે. અહીં બનેલા એક આલીશાન ઘરને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવી રહ્યું છે. જે ઘર એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવી રહ્યું છે તે બે માળનું છે અને તેને બનાવવામાં લગભગ 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

જે જગ્યાએ મકાન બનાવવામાં આવ્યું હતું તેને 500 ફૂટ દૂર અન્ય જગ્યાએ ખસેડવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં તેને 250 ફૂટ લંબાવવામાં આવ્યું છે. સવાલ એ છે કે શા માટે આ આલીશાન ઘર એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવી રહ્યું છે ? તો જણાવી દઇએ કે, આ ઘર દિલ્હી-જમ્મુ-કટરા એક્સપ્રેસ વેના માર્ગ પર આવતું હતું. આ ઘરના માલિક સુખવિંદર સિંહ સુખી છે, જે પોતે એક ખેડૂત છે. રોશન વાલા ગામના રહેવાસી સુખવિંદર સિંહનું આ આલીશાન ઘર વર્ષ 2019માં બનીને તૈયાર થયું હતું.

તેના માટે તે સપનાના મહેલથી ઓછું નથી. પરંતુ અવરોધ ત્યારે આવ્યો જ્યારે તેમનું ઘર દિલ્હી-જમ્મુ-કટરા એક્સપ્રેસ વેના માર્ગમાં આવ્યુ. ઘરની સાથે સુખવિંદરની બીજી જમીન પણ એ જ જગ્યા પર છે, જે એક્સપ્રેસ વેના દાયરામાં આવી ગઈ છે. તમે વિચારતા જ હશો કે એક્સપ્રેસ વેના રસ્તામાં કોઈ ઘર આવે તો તેને વળતર મળે છે. જે સાચું પણ છે. સુખવિંદરને પણ વળતરની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે ના પાડી દીધી હતી. તેણે ના પાડવા પાછળનું કારણ પોતે જ આપ્યું છે.

ANI સાથે વાત કરતા સુખવિંદર સિંહ સુખી કહે છે કે, હું આ ઘર શિફ્ટ કરી રહ્યો છું કારણ કે તે દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રે વેના રસ્તે આવી રહ્યું હતું. મને વળતરની ઓફર કરવામાં આવી હતી પરંતુ હું બીજું ઘર બાંધવા માંગતો ન હતો. તેને બનાવવા માટે મેં લગભગ 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. તેને અત્યાર સુધીમાં 250 ફૂટ સુધી આગળ વધારી દેવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર છેલ્લા બે મહિનાથી ઘરને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવાનું કામ ચાલી રહ્યું છે.

ઘરે અત્યાર સુધીમાં અડધું અંતર કાપ્યું છે અને અડધું બાકી છે. તૈયાર મકાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવું કોઈ જોખમથી ઓછું નથી. તેથી, સુરક્ષાની પણ સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે. ઘરના પાયાની નીચે ઘણા જેક લગાવવામાં આવી રહ્યા છે અને તેને ધીમે ધીમે આગળ વધારવામાં આવી રહ્યા છે. માનવામાં આવે છે કે આ ઘરને શિફ્ટ કરવામાં લગભગ 40 લાખ રૂપિયાનો ખર્ચ થશે.

Shah Jina