આપણે બધા જ પોતાના બાળકોને શાળાએ મોકલવા કોઈને કોઈ આકર્ષક વસ્તુઓની લાલચ આપતા રહીએ છીએ. અને દર વર્ષે બાળકને વેકેશન પછી શાળાઓ ખુલે એટલે નવું બેગ, નવો યુનિફોર્મ, નવો કંપાસ, નાસ્તાનો ડબ્બો, બોટલ બધું જ નવું લાવી આપીએ છીએ, જેથી બાળકો શાળાએ જવા માટે આનાકાની ન કરે. પણ ઘણા પરિવારો એવા છે કે જેઓને આ બધી જ વસ્તુઓ પરવડતી નથી. તેઓ તો માંડમાંડ પોતાના બાળકોને શાળાએ મોકલી શકે એમાં વળી આવી બધી લાલચો ક્યાંથી આપે!

ત્યારે આજે એવા જ એક પિતા વિશે વાત કરીએ કે જેની પાસે પોતાના બાળક માટે સ્કૂલ બેગ ખરીદવાના પૈસા પણ ન હતા. કંબોડિયાના રહેવાસી એક ખેડૂતે પોતાના દીકરા એનવાય કેંગ માટે માટે હાથેથી સ્કૂલ બેગ બનાવ્યું છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે.

આ બેગની તસ્વીર કંબોડિયાની શિક્ષિકાએ શેર કરી છે. સાથે જ લખ્યું છે કે એવું ઘણીવાર થાય છે કે મૂળભૂત જરૂરિયાતો પૂરી ન કરી શકવાના કારણે માતાપિતા પોતાના બાળકોને સ્કૂલે નથી મોકલતા. પરંતુ તમે બાળકોને સપોર્ટ કરો અને જો તમે એમના માટે સ્કૂલ બેગ, પાણીની બોટલ, રબર કે પેન્સિલ નથી ખરીદી શકતા તો કોઈ એવો વિકલ્પ શોધો જેવો કેંગના પિતાએ કાઢ્યો છે.

કેંગની શિક્ષિકાનું કહેવું છે કે ‘એક સાધારણ સ્કૂલ બેગની કિંમત 30000 રિઇલ્સ એટલે કે આશરે 500 રૂપિયા છે. કેટલાક માતાપિતા પોતાના બાળકોને આટલા મોંઘા બેગ અપાવી નથી શકતા, એવામાં કેંગના પિતા પાસેથી શીખવું જોઈએ કે વધુ પૈસા ન હોવાના છતાં પણ એક બાળકને કઈ રીતે એક સુંદર બેગ આપી શકાય છે.’ જયારે કેંગ પોતાના આ બેગ સાથે શાળાએ પહોંચ્યો ત્યારે બધાની જ નજરો તેના બેગ પર હતી.

કહેવાય છે કે કેંગના પિતાએ આ સુંદર સ્કૂલ બેગ Raffia Stringનો ઉપયોગ કરીને બનાવ્યું છે. કેંગની શિક્ષિકા એક પિતાનો પ્રેમ, તેમની ક્રિયેટિવિટી અને બાળકની ભણવાની લગનને લોકો સુધી પહોંચાડવા માંગતા હતા એટલે તેમને આ તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.
ખબરો અનુસાર, કેંગનું આ બેગ એટલું વાયરલ થઇ ચૂક્યું છે કે વિશ્વભરમાં તેની ખૂબ જ ચર્ચાઓ થઇ રહી છે. દરેક લોકો આ બેગને ખૂબ જ પસંદ કરી રહયા છે. આ પછી ઘણા લોકોએ કેંગના પિતાનો સંપર્ક કર્યો છે અને આ પ્રકારના બેગ બનાવવાનો ઓર્ડર પણ મળ્યો છે. આ સાથે જ હવે તેમને પૈસા કમાવવાનો એક વિકલ્પ મળી ગયો છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks