ખબર

તરબૂચ જેવડું લીંબુ જોઈને છે સૌ કોઈ હેરાન, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાખલ કરાવશે આ ખેડૂત

સામાન્ય રીતે આપણે ખેતરમાં કે બજારની અંદર લીંબુ જોઈએ તો તે ખુબ જ નાના હોય છે, પરંતુ ઘણી જગ્યાએ આપણને થોડા મોટો લીંબુ પણ જોવા મળે છે. કારણ કે લીંબુની કેટલીક પ્રજાતિઓ હોય છે જે અલગ અલગ હોય છે. તે છતાં પણ તમે તમારી હથેળી કરતા મોટું લીંબુ ભાગ્યે જ જોયું હશે.

Image Source

પરંતુ શું તમને કોઈ જણાવે કે કોઈ લીંબુનું વજન અઢી કિલો છે અને તેનો આકાર પણ તરબૂચ જેવડો છે તો શું માન્યામાં આવે ? પરંતુ આ હકીકત છે. આવા જ તરબૂચ જેવા લીંબુ હરિયાણાનો એક ખેડૂત ઉગાવી રહ્યો છે અને તે હવે આ લીંબુને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાખલ કરાવશે.

Image Source

હિસારના કિશનગઢના ખેડૂત વિજેન્દ્ર થોરીએ પોતાના ખેતરની અંદર તરબૂચ આકારના લીંબુ લગાવ્યા છે. જેને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે. સાથે જ તે અહિયાંથી લીંબુ લઈને પણ જાય છે. જાણકારી પ્રમાણે આ ખેડૂતના છોડ ઉપર અઢીથી ત્રણ કિલોનું લીંબુ લાગે છે.

Image Source

ખેડૂત વિજેન્દ્ર થોરીએ થોડા વર્ષો પહેલા પોતાની 7 એકર જમીન ઉપર પંજાબથી લાવીને મોસંબીના છોડ લગાવ્યા હતા. તેમને વચ્ચે વચ્ચે નારંગી, મોસંબી અને લીંબુના છોડ પણ લગાવ્યા, મોસંબી ઉપરાંત લીંબુ પણ આવવાના શરૂ થઇ ગયા. મહત્વની વાત તો એ હતી કે લીંબુ ખુબ જ મોટા આકારના છે.

Image Source

વિજેન્દ્રએ આ છોડમાં સંપૂર્ણ રીતે ઓર્ગેનિક ખાતર નાખીને તૈયાર કર્યા છે. ગામ લોકોનું માનવું છે કે આ કારણ જ લીંબુનું વજન આટલું બધું વધારે છે. લોકો આ લીંબુને જોવા માટે આવે છે અને તેની સાથે તસ્વીર પણ ખેંચાવી રહ્યા છે.

Image Source

વિજેન્દ્રએ આ લીંબુને વિશેષજ્ઞોને પણ બતાવ્યું, પરંતુ તે પણ આની સાચી પ્રજાતિ વિશે કોઈ દાવો ના કરી શક્યા. સાથે જ મોટા આકારનું આ લીંબુ પથરીના રોગીઓ માટે રામબાણ ઈલાજ સાબિત થઇ રહ્યો છે. ખેડૂત વિજેન્દ્રનો દાવો છે કે લીંબુનો શરબત પીવાના કારણે આખા ગામની અંદર એકપણ પથરીનો રોગી નથી.