યુપીના અમરોહામાં ખેતરમાં પાક વાવતા પહેલા જ ખેડૂતને ફળ મળી ગયું. નાઝીમ નામનો એક ખેડૂત પોતાના માલિકના ખેતરને ટ્રેકટર દ્વારા ખેડી રહ્યો હતો. આ દરમિયાન જ ટ્રેકટર જમીનમાં ફસાઈ ગયું, તેણે ટ્રેકટરને ઝટકો આપીને આગળ વધાર્યું તો ત્યાં ચાંદીના સિક્કા અને ઘરેણાઓ વિખેરાયેલા પડ્યા હતા.(અહીં લીધેલી તમામ તસ્વીરો પ્રતીકાત્મક છે).
ઘરેણાંને જોઈને તે ટ્રેકટર પરથી નીચે ઉતર્યો અને ત્યાં શોધખોળ કરવા લાગ્યો. શોધ કરતા તેને એક કળશ મળ્યો જે ઘરેણા અને ચાંદીના સિક્કાથી લથપથ હતો. એવામાં જ ત્યાં બીજા અન્ય લોકો પણ આવી ગયા અને લૂંટફાંટ મચી ગઈ. લોકો બધા જ સિક્કાઓ લૂંટીને લઇ ગયા અને માલિક અને નાઝીમના ભાગમાં એકપણ સિક્કો ન આવ્યો.
ખેતરના માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને કહ્યું કે ખેતર ખેડવા માટે અમે ટ્રેકટર ભાડા પર લીધું હતું. નિજામ નામનો વ્યક્તિ ખેતર ખેડી રહ્યો હતો કે તે દરમિયાન જ તેને ઘરેણા અને સિક્કા ભરેલો કળશ મળ્યો હતો, જેને ત્યાં રહેલા લોકોએ લૂંટી લીધો હતો.
પોલીસે અભિયાન ચલાવીને લોકો પાસેથી અમુક સિક્કાઓ જપ્ત કરી લીધા છે. જપ્ત કરેલા સિક્કાઓને રાજ્યના ખજાનામાં જમા કરવામાં આવશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સિક્કા 19મી સદીના છે, સિક્કા અને ઘરેણાઓ મળીને કુલ બે કિલો જેટલા છે.